News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Box Office Explosion: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર 2- ધ રિવિંજ’ અત્યારે બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કમાણીનો નવો ઇતિહાસ રચ્યો છે. રિલીઝના ત્રીજા દિવસે ઈદની રજાનો ભરપૂર ફાયદો ઉઠાવતા ફિલ્મે વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
ભારતીય બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડની સદી
ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે ઓપનિંગ ડે પર જ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. ત્રીજા દિવસે (શનિવારે) ફિલ્મે ૧૧૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેમાં માત્ર હિન્દી વર્ઝનમાંથી ૧૦૫ કરોડની કમાણી થઈ છે. ૩ દિવસમાં ફિલ્મનું ઇન્ડિયા નેટ કલેક્શન ૩૩૯ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા પેઇડ પ્રિવ્યૂ દ્વારા જ ૪૩.૦૦ કરોડ રૂપિયાનું પ્રારંભિક કલેક્શન મેળવ્યું હતું. રિલીઝના પહેલા દિવસે ફિલ્મે જબરદસ્ત ઓપનિંગ સાથે ૧૦૨.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે બીજા દિવસે કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને ૮૦.૭૨ કરોડ રૂપિયા નોંધાયા હતા. જોકે, ત્રીજા દિવસે ફિલ્મે ફરીથી જોરદાર ઉછાળો મારીને ૧૧૩.૦૦ કરોડ રૂપિયાનું તોતિંગ કલેક્શન મેળવ્યું હતું. આમ, પેઇડ પ્રિવ્યૂ અને શરૂઆતના ત્રણ દિવસો મળીને આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન ૩૩૯.૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ‘ધુરંધર 2’ વર્લ્ડવાઈડ ૫૦૧.૦૪ કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી ચૂકી છે. ભારતમાં ગ્રોસ કલેક્શન ૪૦૪.૫૪ કરોડ છે, જ્યારે ઓવરસીઝ (વિદેશમાં) કલેક્શન ૯૬.૫૦ કરોડ રૂપિયા નોંધાયું છે. ટૂંક સમયમાં આ ફિલ્મ વિદેશી માર્કેટમાં પણ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
