News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Review: ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોતી વખતે તમને અગાઉના ભાગના તમામ પાત્રો અને ટ્વિસ્ટ યાદ આવી જશે. ડિસેમ્બરમાં સાડા ત્રણ કલાક સુધી પ્રેક્ષકોને જકડી રાખનાર વાર્તા હવે હમઝાના લોહિયાળ બદલા સાથે આગળ વધે છે. ફિલ્મની શરૂઆત થતાની સાથે જ તમે એ જ માહોલમાં પહોંચી જશો જ્યાં જસકીરત સિંહ રાંગી એક ‘કિલિંગ મશીન’ બનીને દુશ્મનોનો ખાતમો કરે છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
રણવીર સિંહનો અત્યાર સુધીનો સૌથી પાવરફુલ રોલ
‘ધુરંધર 2’ માં રણવીર સિંહે જસકીરત અને હમઝા એમ બંને પાત્રોમાં જીવ રેડી દીધો છે. પ્રથમ ભાગમાં જે લોકો રણવીરના એક્શનની રાહ જોતા હતા, તેમને અહીં ભરપૂર ધમાકો જોવા મળશે. ખાસ કરીને ફિલ્મમાં બતાવવામાં આવેલ બદલાનો ઈમોશન અને હિંસા વચ્ચેનો તફાવત રણવીરે તેની એનર્જીથી સાબિત કરી દીધો છે. કરાચીના લ્યારીમાં હમઝાનું પોલિટિકલ દિમાગ અને જાસૂસી સ્કિલ્સ પ્રેક્ષકોને પ્રભાવિત કરે છે
આ ફિલ્મ માત્ર એક્શન નથી, પરંતુ તેમાં પંજાબમાં ડ્રગ્સની સમસ્યા, અલગતાવાદી આંદોલનો અને પાકિસ્તાન તરફથી મળતું ફંડિંગ જેવા ગંભીર મુદ્દાઓ વણી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં નોટબંધી અને આતંકવાદીઓના ખાતમા જેવા સીન વાસ્તવિક ઘટનાઓ સાથે મેચ કરવાની કોશિશ કરવામાં આવી છે. સેકન્ડ હાફમાં અજય સાન્યાલ (આર. માધવન) હમઝાને ખુલ્લી છૂટ આપે છે, ત્યારબાદ ફિલ્મ એક અલગ જ સ્તરે પહોંચી જાય છે.ફિલ્મમાં સંજય દત્તે એસપી ચૌધરી તરીકે કમાલ કરી છે, અર્જુન રામપાલ મેજર ઈકબાલના વિલન રોલમાં જબરદસ્ત લાગે છે, જ્યારે રાકેશ બેદીનું પાત્ર જમીલ જમાલ ફિલ્મના અંતમાં આશ્ચર્યજનક રીતે હીરો સાબિત થાય છે. જોકે, ફિલ્મની લંબાઈ થોડી વધારે છે અને સેકન્ડ હાફમાં ગતિ ધીમી પડે છે, પરંતુ ક્લાઈમેક્સ અને પોસ્ટ ક્રેડિટ સીન માટે તમારે છેલ્લે સુધી બેસવું જ પડશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
