Site icon

Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત

Dhurandhar 2 Music:11 દિવસમાં 14 ગીતો અને 3 દિવસમાં બેકગ્રાઉન્ડ સ્કોર; આદિત્ય ધરે મ્યુઝિક કમ્પોઝરના વખાણમાં લખી ખાસ પોસ્ટ.

Dhurandhar 2 Music: Shashwat Sachdev composed 14 songs in just 11 days; Aditya Dhar amazed by the speed

Dhurandhar 2 Music: Shashwat Sachdev composed 14 songs in just 11 days; Aditya Dhar amazed by the speed

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Music:રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’  ની ઐતિહાસિક સફળતાથી નિર્દેશક આદિત્ય ધર અત્યંત ખુશ છે. હાલમાં જ તેમણે ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર શાશ્વત સચદેવના કામની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર શાશ્વત સાથેની તસવીરો શેર કરી એક ખાસ નોટ લખી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે આ ફિલ્મોનું સંગીત રેકોર્ડ બ્રેક સમયમાં તૈયાર કરવામાં આવ્યું હતું.આદિત્ય ધરના જણાવ્યા મુજબ, ‘ધુરંધર’ ફિલ્મોનું મ્યુઝિક ખૂબ જ તેજ ગતિએ તૈયાર કરવામાં આવ્યું હતું. શાશ્વત સચદેવે  ‘ધુરંધર પાર્ટ 1’ માટે નવ દિવસમાં નવ ગીતો કમ્પોઝ કર્યા હતા અને આખી ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર માત્ર છ દિવસમાં પૂર્ણ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક

‘ધુરંધર 2’ માં શાશ્વતનો જાદુ

સીક્વલ એટલે કે ‘ધુરંધર 2’ માટે શાશ્વતે વધુ અદભૂત કામ કર્યું છે. આદિત્ય ધરે ખુલાસો કર્યો કે સચદેવે માત્ર 11 દિવસમાં 14 ગીતો કમ્પોઝ કર્યા હતા, જ્યારે ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર તો માત્ર ત્રણ જ દિવસમાં પૂરો કરી લીધો હતો. નિર્દેશકે આ ઝડપને ‘પાગલપનથી પણ વિશેષ’ ગણાવી છે.આદિત્ય ધરે લખ્યું છે કે, આટલી ઝડપ અને આટલા મોટા પાયે કામ કરવા છતાં મ્યુઝિકની ક્વોલિટી અને લાગણીઓ સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. બંને ફિલ્મોના ગીતો ત્રણ મહિનાના ગાળામાં રિલીઝ થયા અને વૈશ્વિક મ્યુઝિક ચાર્ટ્સમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. શ્રોતાઓ તરફથી પણ આ ગીતોને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.


‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. 19 દિવસમાં આ ફિલ્મે ભારતમાં 1023.77 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ તે ઘરેલું બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. સોમવાર સુધીમાં ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1622.72 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2: ‘શાહિદ કપૂરનો ડેશિંગ લુક અને કૃતિ-રશ્મિકાનું ગ્લેમર: ‘કોકટેલ 2’ ના ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.
Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Censorship: ‘ધુરંધર 2’ ના મેકર્સને ઝટકો: 18 દિવસ પછી સેન્સર બોર્ડે ચલાવી કાતર, આ સીન્સ હવે ફિલ્મમાં નહીં જોવા મળે
Exit mobile version