Site icon

Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન

Dhurandhar 2 OTT Release:આદિત્ય ધરની સ્પાય થ્રિલર 'ધુરંધર: ધ રિવિંજ' સિનેમાઘરો બાદ હવે જિયો હોટસ્ટાર પર ધૂમ મચાવશે, 7 માર્ચે રિલીઝ થયેલા ટ્રેલરે મચાવ્યો છે ખળભળાટ

Dhurandhar 2 OTT Release: When and Where to Watch Ranveer Singh’s Action Thriller Online After Theatrical Release

Dhurandhar 2 OTT Release: When and Where to Watch Ranveer Singh’s Action Thriller Online After Theatrical Release

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 OTT Release:રણવીર સિંહ ની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવિંજ’ ને લઈને અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. આદિત્ય ધરની આ સ્પાય થ્રિલરનો પ્રથમ ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો હતો, જેણે વર્લ્ડવાઈડ ૧૩૦૦ કરોડનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે બીજા ભાગનું ટ્રેલર ૭ માર્ચે રિલીઝ થયા બાદ ચાહકોમાં થિયેટરની સાથે સાથે OTT રિલીઝને લઈને પણ ઉત્તેજના વધી ગઈ છે. મેકર્સ દ્વારા આ ફિલ્મના ઓનલાઇન સ્ટ્રીમિંગ પાર્ટનરનીજાહેરાત કરી દેવામાં આવી છે.આદિત્ય ધર એક એવું સિનેમા લઈને આવ્યા છે જેમાં પાકિસ્તાનમાં બનતી સત્ય ઘટનાઓ અને ભારતીય જાસૂસોની બહાદુરી બતાવવામાં આવી છે. ‘ધુરંધર 2’ ના OTT રિલીઝ અંગેના અહેવાલો મુજબ, આ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ જિયો હોટસ્ટાર દ્વારા ખરીદવામાં આવ્યા છે. જોકે, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર કઈ તારીખે રિલીઝ થશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ સામાન્ય રીતે થિયેટર રિલીઝના ૮ અઠવાડિયા બાદ તે સ્ટ્રીમ થઈ શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મની રિલીઝ પહેલા જ બંપર કમાણી, ૧૦ દિવસ પહેલા જ કરી લીધો અધધ આટલા કરોડનો બિઝનેસ

એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રતિસાદ

ટ્રેલર રિલીઝની સાથે જ ‘ધુરંધર 2’ માટે એડવાન્સ બુકિંગ  પણ શરૂ થઈ ગયું છે. ટ્રેલરમાં એવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે કે જે જોઈને ચાહકો દંગ રહી ગયા છે. આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ, જે આ ફિલ્મનો હિસ્સો છે, તેમણે પુષ્ટિ કરી છે કે બીજો ભાગ પહેલા કરતા પણ વધુ શાનદાર છે. આ વખતે ફિલ્મમાં ઘણા નવા સ્ટાર્સની એન્ટ્રી થઈ છે, જ્યારે કેટલાક જૂના ચહેરાઓ પણ વાર્તાને આગળ વધારતા જોવા મળશે.


જોકે મેકર્સ અત્યારે માત્ર થિયેટર રિલીઝ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ જિયો હોટસ્ટાર સાથેની ડીલ કન્ફર્મ હોવાથી એપ્રિલના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં ફિલ્મ ઓનલાઇન જોવા મળે તેવી શક્યતા છે. ભારતીય સ્પાય  યુનિવર્સના ચાહકો માટે આ ફિલ્મ એક મોટી ટ્રીટ સાબિત થશે. ફિલ્મમાં વપરાયેલા VFX અને એક્શન સિક્વન્સને આંતરરાષ્ટ્રીય સ્તરના ગણાવવામાં આવી રહ્યા છે, જે દર્શકોને ચોક્કસપણે જકડી રાખશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Akshaye Khanna Dhurandhar 2: ‘ધુરંધર 2’ ની રિલીઝ પહેલા મોટો ખુલાસો! અક્ષય ખન્નાનું ‘રહેમાન ડકૈત’ નું પાત્ર ફિલ્મમાં હશે કે નહીં? રહસ્ય પરથી આખરે ઉઠ્યો પડદો
Exit mobile version