News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 OTT Release: સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવવેન્જ’ (ધુરંધર 2) છેલ્લા ૨૧ દિવસથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલર જોવા માટે હજુ પણ પ્રેક્ષકો સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. જોકે, જે લોકો આ ફિલ્મને ઘરે બેઠા ઓટીટી પર જોવા માંગે છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.ઓનલાઇન રિપોર્ટ્સ મુજબ, ‘ધુરંધર 2’ ના સ્ટ્રીમિંગ રાઇટ્સ જીઓ હોટસ્ટાર દ્વારા એક મોટી ડીલમાં ખરીદવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર રિલીઝ થયો હતો, પરંતુ બીજા ભાગ માટે પ્લેટફોર્મ બદલાયું છે.
આ સમાચાર પણ વાંચો : Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
ક્યારે રિલીઝ થશે ઓટીટી પર?
સામાન્ય રીતે હિન્દી ફિલ્મો થિયેટ્રિકલ રિલીઝના ૮ અઠવાડિયા બાદ ઓટીટી પર આવતી હોય છે. રિપોર્ટ્સ મુજબ, ‘ધુરંધર 2’ મે મહિનાના અંતમાં અથવા જૂન ૨૦૨૬ ના પ્રથમ સપ્તાહમાં ઓટીટી પર ડેબ્યૂ કરી શકે છે. આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) પૂર્ણ થયા બાદ આ ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે જેથી વધુમાં વધુ દર્શકો તેને જોઈ શકે.
View this post on Instagram
ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૨૧ દિવસમાં ભારતમાં આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન અંદાજે ૧૦૪૧.૨૭ કરોડ રૂપિયા થઈ ગયું છે. વિદેશી માર્કેટમાં પણ ફિલ્મે ૪૦૭ કરોડની કમાણી કરી છે. આમ, વિશ્વભરમાં આ ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન ૧૬૫૩.૬૭ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે તેને ૨૦૨૬ ની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મોમાંની એક બનાવે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)