Site icon

Dhurandhar 2 OTT Release: ‘‘ધુરંધર 2’ ના ચાહકો માટે મોટા સમાચાર: બોક્સ ઓફિસ ગજવ્યા બાદ ફિલ્મ હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર, જાણો ક્યાં જોવા મળશે?

Dhurandhar 2 OTT Release: રણવીર સિંહની સ્પાય થ્રિલર ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ હવે ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર; આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આદિત્ય ધરની ફિલ્મ.

Dhurandhar 2 OTT Release: When and where will Ranveer Singh’s blockbuster stream

Dhurandhar 2 OTT Release: When and where will Ranveer Singh’s blockbuster stream

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 OTT Release: સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવવેન્જ’ (ધુરંધર 2) છેલ્લા ૨૧ દિવસથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલર જોવા માટે હજુ પણ પ્રેક્ષકો સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. જોકે, જે લોકો આ ફિલ્મને ઘરે બેઠા ઓટીટી પર જોવા માંગે છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.ઓનલાઇન રિપોર્ટ્સ મુજબ, ‘ધુરંધર 2’ ના સ્ટ્રીમિંગ રાઇટ્સ જીઓ હોટસ્ટાર દ્વારા એક મોટી ડીલમાં ખરીદવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનો પહેલો ભાગ નેટફ્લિક્સ પર રિલીઝ થયો હતો, પરંતુ બીજા ભાગ માટે પ્લેટફોર્મ બદલાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો

ક્યારે રિલીઝ થશે ઓટીટી પર?

સામાન્ય રીતે હિન્દી ફિલ્મો થિયેટ્રિકલ રિલીઝના ૮ અઠવાડિયા બાદ ઓટીટી પર આવતી હોય છે. રિપોર્ટ્સ મુજબ, ‘ધુરંધર 2’ મે મહિનાના અંતમાં અથવા જૂન ૨૦૨૬ ના પ્રથમ સપ્તાહમાં ઓટીટી પર ડેબ્યૂ કરી શકે છે. આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) પૂર્ણ થયા બાદ આ ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે જેથી વધુમાં વધુ દર્શકો તેને જોઈ શકે.


ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૨૧ દિવસમાં ભારતમાં આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન અંદાજે ૧૦૪૧.૨૭ કરોડ રૂપિયા થઈ ગયું છે. વિદેશી માર્કેટમાં પણ ફિલ્મે ૪૦૭ કરોડની કમાણી કરી છે. આમ, વિશ્વભરમાં આ ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન ૧૬૫૩.૬૭ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે તેને ૨૦૨૬ ની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મોમાંની એક બનાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version