Site icon

Ranveer Singh: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહનો મોંઘો શોખ! હમઝાના પાત્ર માટે પહેરી અધધ આટલી મોંઘી ઘડિયાળ; સ્ટાઈલ જોઈને તમે પણ થઈ જશો ફિદા

Ranveer Singh: ટેબલ સાફ કરનાર હમઝા હવે બન્યો લ્યારીનો બાદશાહ, ટ્રેલરમાં લક્ઝરી ઘડિયાળ અને બેલેન્સિયાગાના ચશ્મામાં જોવા મળ્યો રણવીરનો સ્વેગ

Dhurandhar 2 Ranveer Singh’s Character 'Hamza' Spotted Wearing a Rolex Worth 22 Lakhs

Dhurandhar 2 Ranveer Singh’s Character 'Hamza' Spotted Wearing a Rolex Worth 22 Lakhs

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર 2’ નું ટ્રેલર 7 માર્ચના રોજ રિલીઝ થયું અને માત્ર બે જ દિવસમાં હિન્દી ટ્રેલરને 56 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ટ્રેલરના એક-એક સીનનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહેલા ફેન્સની નજર રણવીરના પાત્ર ‘હમઝા અલી મઝારી’ ના કાંડા પર અટકી ગઈ છે. લ્યારીનો નવો બાદશાહ બનેલો હમઝા ટ્રેલરમાં અત્યંત મોંઘી અને લક્ઝરી ઘડિયાળ પહેરેલો જોવા મળે છે, જેની કિંમતમાં એક આલીશાન કાર ખરીદી શકાય તેમ છે.ટ્રેલરમાં હમઝાનો જસકીરત સિંહ રંગીથી લઈને લ્યારીના ડોન બનવા સુધીનો સફર બતાવવામાં આવ્યો છે. પઠાણી કુર્તા, લાંબા વાળ અને રિંગ્સની સાથે મેકર્સે તેને રોલેક્સ ની ઘડિયાળ અને બેલેન્સિયાગા ના ચશ્મા પહેરાવીને તેનો લુક એકદમ રિચ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર રણવીરની આ ઘડિયાળના સ્ક્રીનશોટ્સ અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત

રોલેક્સ કોસ્મોગ્રાફ ડેટોના: કિંમત અને ખાસિયત

રિપોર્ટ્સ મુજબ, ટ્રેલરમાં રણવીર સિંહે Rolex Cosmograph Daytona Two Tone ઘડિયાળ પહેરી છે.રોલેક્સની વેબસાઈટ મુજબ આ ઘડિયાળની કિંમત અંદાજે 22 લાખ ની આસપાસ છે. જોકે, સમય અને મોડેલ મુજબ તેની કિંમત હજુ પણ વધી શકે છે.આ સ્વિસ લક્ઝરી ઘડિયાળ ઓયસ્ટરસ્ટીલ અને 18 કેરેટ ગોલ્ડના મિશ્રણથી તૈયાર કરવામાં આવી છે.ખાસ કરીને કાર રેસિંગ માટે ડિઝાઇન કરવામાં આવેલી આ ઘડિયાળમાં ક્રોનોગ્રાફ ફીચર છે જે સ્ટોપવોચની જેમ કામ કરે છે અને રેસિંગ દરમિયાન સચોટ માપ આપે છે.


‘ધુરંધર’ ના પહેલા ભાગમાં ટેબલ સાફ કરનાર હમઝા હવે બીજા ભાગમાં જે સ્વેગ સાથે એન્ટ્રી કરી રહ્યો છે, તે જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. લક્ઝરી ઘડિયાળ અને મોંઘી જેકેટ તેના પાત્રની વધેલી તાકાત અને સત્તાનું પ્રતીક છે. મેકર્સે હમઝાના લુક પર જે રીતે ખર્ચ કર્યો છે, તે દર્શાવે છે કે આ વખતે ફિલ્મમાં એક્શનની સાથે હાઈ-એન્ડ સ્ટાઈલ પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Star Cast Fees: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના કલાકારોએ લીધી કરોડોમાં સેલેરી, જાણો દરેક એક્ટરની ફીનું લિસ્ટ
Madhubala Biopic: અનીત પડ્ડા નહીં, તો કોણ? મધુબાલાના રોલ માટે સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનું નામ થયું ટ્રેન્ડ; ફેન્સે મેકર્સ પાસે કરી મોટી માંગ
Randeep Hooda Baby Girl: રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધારી! પિતાના બર્થડે પર દીકરીનો જન્મ થતા અભિનેતા થયો ભાવુક; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ માં યામી ગૌતમ સહિત આદિત્ય ધરના પરિવારના 4 સભ્યો, જાણો કોણ કઈ ભૂમિકામાં છે
Exit mobile version