Dhurandhar 2 Runtime Revealed: બોક્સ ઓફિસ પર ફરી આવશે રણવીર સિંહનું તોફાન: ‘ધુરંધર 2’ નું રનટાઇમ આવ્યું સામે, જાણો કેટલી લાંબી હશે આ મેગા એક્શન ફિલ્મ.

Dhurandhar 2 Runtime Revealed: આદિત્ય ધરના નિર્દેશનમાં કરાચીના અંડરવર્લ્ડનો થશે ખાતમો: યામી ગૌતમનો દમદાર કેમિયો અને ‘મોટા સાહેબ’નું રહસ્ય ખુલશે; ૧૯ માર્ચે સાઉથના સુપરસ્ટાર યશ સાથે થશે ટક્કર

by Zalak Parikh
Dhurandhar 2 Runtime Revealed: Ranveer Singh starrer spy-thriller to be 3 hours 28 minutes long

News Continuous Bureau | Mumbai

 Dhurandhar 2 Runtime Revealed: વર્ષ 2025માં રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ એ થિયેટરોમાં 70 દિવસ સુધી ધૂમ મચાવીને નવા રેકોર્ડ બનાવ્યા હતા. ૩ કલાક ૩૫ મિનિટ લાંબી હોવા છતાં પ્રેક્ષકોએ આ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો હતો. હવે મેકર્સ આ સફળતાને આગળ વધારવા માટે ૧૯ માર્ચના રોજ ‘ધુરંધર 2’ રિલીઝ કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મને UA 16+ રેટિંગ મળ્યું છે અને તેની લંબાઈ પણ જાહેર કરવામાં આવી છે.રિપોર્ટ્સ અનુસાર, ‘ધુરંધર 2’ નું રનટાઇમ ૨૦૮ મિનિટ એટલે કે ૩ કલાક ૨૮ મિનિટ રાખવામાં આવ્યું છે. આદિત્ય ધર ફરી એકવાર પ્રેક્ષકોને એક લાંબી અને જકડી રાખનારી સ્પાય એક્શન થ્રિલર પીરસવા તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો :  Sidharth Malhotra Father Sunil Malhotra Death: મલ્હોત્રા પરિવારમાં શોકની લહેર: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ; મુશ્કેલ સમયમાં કિયારા અડવાણી બની પતિની તાકાત

શું હશે ધુરંધર 2 ની વાર્તા? 

ધુરંધર 2′ માં વાર્તા વધુ ગંભીર અને જોખમી મોડ પર પહોંચતી જોવા મળશે. રહેમાન ડકૈત ના મૃત્યુ બાદ હવે વાર્તા હમઝા અલી મઝારી અથવા જસકીરત સિંહ રંગીના ‘શેર-એ-બલૂચ’ બનવા પર કેન્દ્રિત હશે, જે કરાચી અંડરવર્લ્ડના નવા સમીકરણો રજૂ કરશે. ફિલ્મમાં કરાચીના ગુનાહિત જગતને ખતમ કરવાની સાથે ISI ના ફંડિંગ નેટવર્કને તોડવા માટેની જટિલ કોશિશો બતાવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રેક્ષકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ‘મોટા સાહેબ’ ની રહસ્યમય ઓળખ આ ભાગમાં છતી થશે અને રણવીર સિંહ તથા મોટા સાહેબ વચ્ચેનો સામનો ફિલ્મનો મુખ્ય હાઈલાઈટ પોઈન્ટ બની રહેશે. આ ઉપરાંત, ફિલ્મમાં યામી ગૌતમ એક ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકે દમદાર કેમિયો કરતી જોવા મળશે તેવી પણ જોરદાર ચર્ચા છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


‘ધુરંધર 2’ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ તેની સફર આસાન નહીં હોય. આ જ દિવસે સાઉથના સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટૉક્સિક: એ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ’ (Toxic) પણ રિલીઝ થઈ રહી છે. યશની ફિલ્મમાં નયનતારા, કિયારા અડવાણી અને હુમા કુરેશી જેવા કલાકારો છે, જેના કારણે બોક્સ ઓફિસ પર રણવીર વિરુદ્ધ યશનો જબરદસ્ત જંગ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More