News Continuous Bureau | Mumbai
Manav Gohil:આદિત્ય ધર ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ માં સુશાંત બંસલની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા માનવ ગોહિલે તાજેતરમાં પોતાના અંગત જીવનના સંઘર્ષ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. માનવ ગોહિલે સ્વીકાર્યું છે કે જ્યારે તેની પત્ની શ્વેતા ક્વાત્રા ટીવીની સુપરસ્ટાર હતી, ત્યારે તે પોતે કરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે સમયે પત્નીનું સ્ટારડમ તેના માટે પીડાદાયક હતું અને તેને ઇનસિક્યોરિટી (અસલામતી) નો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
સોશિયલ ઇવેન્ટ્સમાં માનવને સાઈડમાં ખસી જવા કહેવામાં આવતું
માનવ અને શ્વેતાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. એ દિવસોને યાદ કરતા માનવે કહ્યું કે શ્વેતા જ્યારે ‘કહાની ઘર ઘર કી’ માં પલ્લવીનું પાત્ર ભજવતી હતી, ત્યારે તે આખા દેશમાં લોકપ્રિય હતી. જ્યારે પણ તેઓ કોઈ સોશિયલ ઇવેન્ટમાં સાથે જતા, ત્યારે ફોટોગ્રાફર્સ શ્વેતાનો એકલો ફોટો લેવા માટે માનવને બાલિશ રીતે સાઈડમાં ખસી જવા કહેતા હતા. માનવે કહ્યું, “એ પરિસ્થિતિ મારા માટે ખૂબ જ દર્દનાક હતી. હું એક રાજપૂત છું અને મારો અહંકાર ઘણો હતો, પરંતુ મારે તે હકીકતનો સ્વીકાર કરવો પડ્યો કે તે મારા કરતા વધુ સફળ હતી.”
View this post on Instagram
માનવ ગોહિલ જ્યારે કઈ જ નહોતો, ત્યારે પણ શ્વેતાએ તેનામાં પૂરો ભરોસો જાળવી રાખ્યો હતો. માનવે જણાવ્યું કે તે કોઈ અમીર પરિવારમાંથી નહોતો અને તેની પાસે આપવા માટે કઈ જ નહોતું, છતાં શ્વેતાએ તેને પસંદ કર્યો હતો. શ્વેતા હંમેશા કહેતી હતી કે “તું એક દિવસ ચોક્કસ જીતીશ અને મારા કરતા પણ મોટું નામ કમાઈશ.” માનવે આ વાતનો શ્રેય શ્વેતાને આપતા કહ્યું કે તેણે ક્યારેય મને નીચું જોવા દીધું નથી અને હંમેશા પરિસ્થિતિને સંભાળી હતી.માનવે જણાવ્યું કે દરરોજ તે પોતાની જાત સાથે એક લડાઈ લડતો હતો. તેણે નક્કી કર્યું હતું કે તે આ સંબંધમાં ‘વિક્ટિમ પ્લે’ (ભોગ બન્યાનો ડોળ) નહીં કરે. તેણે પોતાની જાતને સમજાવ્યું કે, “ભાઈ આ તારી રિયાલિટી છે, આને ફેસ કર અને આદમી બન.” આ સ્વસ્થ માનસિકતાને કારણે જ તેમનો સંબંધ આટલો મજબૂત રહ્યો છે. આજે માનવ ગોહિલ પોતે એક મોટું નામ બની ચૂક્યા છે, પરંતુ તેઓ માને છે કે તેમના સંબંધોમાં શ્વેતાનો ફાળો અત્યંત મોટો રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)