News Continuous Bureau | Mumbai
Dhurandhar Movie: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર તેની વાર્તા કે એક્શન માટે જ નહીં, પણ તેના સંગીત માટે પણ ચર્ચામાં છે. ખાસ કરીને ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી વખતે વાગતા ‘હવા હવા’ ગીતે સિનેમાઘરોમાં સીટીઓ વગાડવા મજબૂર કર્યા છે. આ 38 વર્ષ જૂના પાકિસ્તાની હિટ ટ્રેક માટે ફિલ્મના મેકર્સે ગાયક હસન જહાંગીરને મોટી રકમ ચૂકવી હોવાનું સામે આવ્યું છે.ફિલ્મમાં રણવીર સિંહ પર ફિલ્માવાયેલું ‘રંભા હો’ અને અક્ષય ખન્નાનું બહેરીની ગીત ‘FA9LA’ પણ ચાહકોમાં ખૂબ લોકપ્રિય થયું છે.
આ સમાચાર પણ વાંચો : Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના
હસન જહાંગીરને મળ્યા 45 લાખ
પાકિસ્તાની સિંગર હસન જહાંગીરે તાજેતરમાં એક ટીવી પ્રોગ્રામમાં ખુલાસો કર્યો હતો કે ‘ધુરંધર’ ના મેકર્સે તેમના 1987ના સુપરહિટ ગીત ‘હવા હવા’ નો ઉપયોગ કરવા માટે વિધિવત પરવાનગી લીધી હતી. આ ગીત માટે તેમને 50 હજાર ડોલર એટલે કે અંદાજે 45 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હસન જહાંગીરે જણાવ્યું કે, “અત્યારે કોપીરાઈટ સિસ્ટમ ખૂબ મજબૂત છે, તેથી જે પણ મારા ગીતો વાપરે છે તે પરવાનગી અને નાણાં બંને આપે છે.”
Today’s forecast: Hawa mein kuch badlaav hai! 🫣 kyunki The Jinn aka Sanjay Dutt is here 😎💪🏼
Book your tickets.
🔗 – https://t.co/XcvO9heEb8#Dhurandhar Ruling Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol… pic.twitter.com/wmH2iQbBHu— Jio Studios (@jiostudios) January 10, 2026
ફિલ્મમાં સંજય દત્ત એટલે કે ‘ધ જિન’ ની એન્ટ્રી વખતે આ ગીત લગભગ 2 મિનિટ માટે વાગે છે. ગીતની લોકપ્રિયતા એટલી છે કે વર્ષો પછી પણ તે નવા પ્રેક્ષકોને આકર્ષી રહ્યું છે. હસન જહાંગીરે આ ગીત 1986માં રેકોર્ડ કર્યું હતું અને 1987માં લોન્ચ કર્યું હતું. 40 વર્ષ પછી પણ આ ગીત બોલિવૂડની બિગ બજેટ ફિલ્મમાં સ્થાન પામ્યું તે તેની સફળતા દર્શાવે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)