News Continuous Bureau | Mumbai
Dhurandhar Star Cast Fees: વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થયેલી ‘ધુરંધર’ એ સાબિત કરી દીધું કે દમદાર સ્ક્રિપ્ટ અને શાનદાર પરફોર્મન્સ હોય તો બોક્સ ઓફિસ પર સુનામી લાવી શકાય છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહે એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી હતી જે પાકિસ્તાનના કરાચીમાં હમઝા બનીને ઘૂસણખોરી કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ રોલ માટે રણવીર સિંહે સૌથી વધુ ફી લીધી હતી.ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર હમઝા અલી મઝારીની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ભૂમિકા માટે રણવીરે અંદાજે 50 કરોડ ફી લીધી હતી. ફિલ્મની 1300 કરોડથી વધુની કમાણી જોતા આ રકમ હવે વ્યાજબી લાગે છે. જોકે, અન્ય કલાકારોની ફીમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
સ્ટાર કાસ્ટની સેલેરીની વિગતો
રિપોર્ટ અનુસાર, ફિલ્મના અન્ય મહત્વના કલાકારોને નીચે મુજબ ફી આપવામાં આવી હતી:
- સંજય દત્ત: SP ચૌધરી અસલમની ભૂમિકા માટે તેમણે 10 કરોડ લીધા હતા.
- આર. માધવન: ઈન્ટેલિજન્સ બ્યુરો ચીફ અજય સાન્યાલના રોલ માટે તેમને 9 કરોડ મળ્યા હતા.
- અક્ષય ખન્ના: વિલન ‘રહેમાન ડકૈત’ તરીકે સૌથી વધુ વખણાયેલા હોવા છતાં અક્ષય ખન્નાને માત્ર 2.5 કરોડ ફી મળી હતી.
- અર્જુન રામપાલ: ISI ઓફિસર મેજર ઈકબાલના પાત્ર માટે તેમને 1 કરોડ આપવામાં આવ્યા હતા.
- સારા અર્જુન: ફિલ્મમાં તેમના રોલ માટે તેમને પણ 1 કરોડ ની ફી મળી હતી.
View this post on Instagram
‘ધુરંધર’ એક RAW એજન્ટની વાર્તા છે જે IC-814 હાઈજેકિંગ અને સંસદ પરના હુમલા બાદ પાકિસ્તાનના કરાચી (લ્યારી) ના અન્ડરવર્લ્ડમાં ઘૂસે છે. જાસૂસી અને વિશ્વાસઘાતના આ જાળમાં તે કેવી રીતે દુશ્મનોને માત આપે છે તે ખૂબ જ રોમાંચક રીતે બતાવવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘ધુરંધર 2’ આગામી 19 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે, જેમાં હમઝાની બેક-સ્ટોરી બતાવવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)