Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!

Dhurandhar The Revenge Runtime: ૩ કલાક ૫૫ મિનિટ સુધી દર્શકોને જકડી રાખશે આદિત્ય ધરનું નિર્દેશન; છેલ્લા ૨૬ વર્ષમાં ‘LOC કારગિલ’ પછીની સૌથી લાંબી હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે ‘ધુરંધર ૨’.

by Zalak Parikh
Dhurandhar: The Revenge Expected to be Nearly 4 Hours Long; Sequel to Outrun the Prequel with 3 Hours 55 Minutes Runtime

News Continuous Bureau | Mumbai

Dhurandhar The Revenge Runtime: એક મીડિયા હાઉસ ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ૧૯ માર્ચે રિલીઝ થનારી ‘ધુરંધર: ધ રિવિંજ’ અત્યંત લાંબી ફિલ્મ હશે. વિદેશી માર્કેટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફિલ્મનો રનટાઇમ ૨૩૫ મિનિટ (૩ કલાક ૫૫ મિનિટ) હોઈ શકે છે. જોકે, કેટલાક વિસ્તારોમાં આ લંબાઈ ૩ કલાક ૪૦ મિનિટ હોવાની પણ ચર્ચા છે. ગમે તે હોય, પણ તે પહેલા ભાગ (૩ કલાક ૩૪ મિનિટ) કરતા ચોક્કસપણે લાંબી હશે.ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, ‘ધુરંધર’ ના ચાહકોને આ જાદુઈ દુનિયા એટલી પસંદ આવી છે કે તેઓ લાંબી ફિલ્મની જ આશા રાખી રહ્યા છે. જો પહેલો ભાગ લોકોને જકડી રાખનારો હતો, તો સિક્વલ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે દર્શકો એક પળ માટે પણ સ્ક્રીન પરથી નજર હટાવી શકશે નહીં. ચોક્કસ લંબાઈ વિશે આગામી એક અઠવાડિયામાં સેન્સર સર્ટિફિકેટ સાથે વધુ સ્પષ્ટતા મળશે.

આ સમાચાર પણ વાંચો : The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

૨૬ વર્ષનો રેકોર્ડ તોડવાની તૈયારી

જો ‘ધુરંધર: ધ રિવિંજ’ નો સમય ૩ કલાક ૫૫ મિનિટ રહેશે, તો તે છેલ્લા ૨૬ વર્ષમાં રજૂ થયેલી સૌથી લાંબી બોલિવૂડ ફિલ્મ બની જશે. વર્ષ ૨૦૦૩માં આવેલી જે.પી. દત્તાની ‘LOC કારગિલ’ (૪ કલાક ૭ મિનિટ) પછી આ બીજી સૌથી લાંબી ફિલ્મ હશે. આ યાદીમાં આમિર ખાનની ‘લગાન’ (૩ કલાક ૪૪ મિનિટ) પણ સામેલ છે, જેને ‘ધુરંધર ૨’ પાછળ છોડી શકે છે.


આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજો છે. પહેલા ભાગમાં ભારતીય જાસૂસની પાકિસ્તાનમાં ઘૂસવાની વાર્તાએ ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. સિક્વલમાં આ જાસૂસનો ‘રિવિંજ’ (બદલો) અને એકશન ડબલ ડોઝમાં જોવા મળશે. આદિત્ય ધરના વિઝનને જોતા દર્શકો આ લાંબી સફર માટે તૈયાર દેખાઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More