News Continuous Bureau | Mumbai
Dinesh Phadnis : ટીવીના ફેમસ શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું (Dinesh Phadnis ) નિધન થયું છે. તેમણે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા લાંબા સમયથી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમને મુંબઈ (Mumbai) ની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અભિનેતાના નિધન બાદ ટીવી ઈન્ડસ્ટ્રી (TV Industry) માં શોકનો માહોલ છે.
લિવર ડેમેજથી પીડિત
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ અભિનેતા દયાનંદ શેટ્ટીએ (Dayanand Shetty) ત્યારબાદ કહ્યું કે દિનેશ લિવર ડેમેજ (Leaver Damage) થી પીડિત છે. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને દિનેશ બધાને છોડીને ચાલ્યા ગયા.
આજે અંતિમ સંસ્કાર થશે
અભિનેતાના અંતિમ સંસ્કાર મુંબઈ (Mumbai) માં જ કરવામાં આવશે અને CIDની સમગ્ર કાસ્ટ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવશે. મીડિયા સાથે વાત કરતા સીઆઈડી એક્ટર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશનું રાત્રે લગભગ 12 વાગે મૃત્યુ થયું હતું. હું તેના ઘરે જ છું. CIDની આખી ટીમ અહીં હાજર છે.
તમને જણાવી દઈએ કે દિનેશ સીઆઈડી (CID) માં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવતો હતો. સીઆઈડીમાં તેમનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું. કારણ કે તે ઘણી કોમેડી કરતો હતો. આ સમાચારથી ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ
દિનેશ ફડનીસની વાત કરીએ તો તેને લોકપ્રિય ટીવી શો CID થી મોટી ઓળખ મળી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યો હતો. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ CID પછી દિનેશ અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયા. તેમના વિશે એવા અહેવાલો હતા કે તેમણે અભિનય છોડી દીધો હતો અને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું. દિનેશના ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર અદ્ભુત પ્રદર્શન કરતા જોવા માંગતા હતા. પરંતુ કમનસીબે આ પહેલા જ દિનેશ દુનિયાને અલવિદા કહી દીધું છે .