News Continuous Bureau | Mumbai
Shonali bose corona positive: ‘ધ માર્ગારીટા વિથ અ સ્ટ્રો’ અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ જેવી ફિલ્મો નું નિર્દેશન કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવનારી નિર્દેશક શોનાલી બોઝ, ને લઇ ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શોનાલી બોઝ ફરી એક વખત કોરોના પોઝિટિવ મળી આવી છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. આ સાથે તેણે હેલ્થ અપડેટ પણ શેર કર્યું છે.
શોનાલી બોઝે શેર કરી પોસ્ટ
શોનાલી બોઝે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી માહિતી આપી કે તે ફરી એકવાર કોવિડથી સંક્રમિત થઈ છે.પોસ્ટ માં શોનાલી બોઝે લખ્યું કે, ‘હું અત્યારેઅહીંયા જ છું… મેં વર્ષોમાં જેટલું ખરાબ નથી અનુભવ્યું તે હું આજે અનુભવી રહી છું. કોવિડ! શું તમે માનો છો કે આ વાયરસ હજી પણ આસપાસ છે? મને 102-3 તાવ છે. બિલકુલ સારું નથી લાગતું અને ફરીથી કોવિડ થવાને કારણે ખૂબ જ ચિંતા છે! ભગવાન જ જાણે છે કે હું કેટલી તણાવમાં છું.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અગાઉ શોનાલી એક લગ્ન માં હાજરી આપ્યા બાદ કોરોના ની ઝપેટ માં આવી હતી,. હવે અત્યારે ફરી તે કોરોના થી સંક્રમિત થઇ છે. બંને વખત શોનાલી બોઝે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Sa Re Ga Ma Pa: સ્પર્ધક રિક બાસુના પફોર્મન્સ બાદ મિથુન દાનું હૃદયસ્પર્શી ઘટસ્ફોટ