ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
પોતાની સ્ટાઇલથી ચાહકોનું દિલ જીતનારી અભિનેત્રી દિશા પટણી પોતાના ગ્લૅમરસ લુકથી સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચે છે. તે ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિટનેસ માટે ખાસ ઓળખ ધરાવે છે. તેની ગ્લૅમરસ તસવીરો અને ટાઇગર સાથેની તેની ખાસ મિત્રતા ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર તેના ચાહકો સાથે એક ખાસ તસવીર શૅર કરી છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શૅર કરેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે બીચ પર જલપરીની જેમ મોનોકિની પહેરીને સૂતી દિશાના આ ફોટો 6 લાખથી વધુ લાઇક્સ મેળવી ચૂક્યા છે. આ ફોટો શૅર કરતી વખતે દિશા પટણીએ કોઈ કૅપ્શન આપી નથી, પરંતુ કૉમેન્ટ બૉક્સમાં ચાહકોએ પ્રશંસાના પુલ બાંધ્યા છે. ફોટામાં દિશા સીધી કૅમેરા તરફ જોતી જોવા મળી રહી છે અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે દિશા પટણીએ 2015ની ફિલ્મ સ્પૉર્ટ્સ બાયોપિક ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’થી બૉલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. આ સાથે તે મોહિત સૂરીની ઍક્શન-થ્રિલર ફિલ્મ 'મલંગ'માં પણ જોવા મળી હતી, એમાં અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમુએ અભિનય કર્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી હવે અર્જુન કપૂર અને જ્હૉન અબ્રાહમ સાથે ફિલ્મ 'એક વિલન 2'માં જોવા મળશે. હાલમાં જ દિશા પટણીની ફિલ્મ ‘રાધે’ રિલીઝ થઈ હતી. એમાં તે સલમાન ખાન સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં દિશા પટણીને પસંદ કરવામાં આવી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન અભિનયમાં નહિ, પરંતુ આ ક્ષેત્રમાં બનાવવા માગતી હતી પોતાની કારકિર્દી; જાણો વિગત