News Continuous Bureau | Mumbai
Dolly sohi: ટીવી અભિનેત્રી ડોલી સોહી ને સર્વાઈકલ કેન્સર સામે થયું છે. જેની માહિતી અભિનેત્રી એ એક પોસ્ટ દ્વારા શેર કરી છે. ડોલી ને 2 મહિના પહેલા ખબર પડી હતી કે તેને સર્વાઈકલ કેન્સર થયું છે.હવે ડોલી એ ચાહકો સાથે કેન્સર નો અનુભવ અને તેના પ્રારંભિક ચિન્હો શેર કર્યા છે. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે તેના લક્ષણો સમજાવ્યા અને લોકો ને જાગૃત પણ કર્યા.
ડોલી એ જણાવ્યો અનુભવ
ડોલી સોહીએ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન કહ્યું, ‘3 મહિના પહેલા મને કમરનો દુખાવો શરૂ થયો હતો જે પેઈન કિલર લીધા પછી પણ દૂર થતો નહોતો. ધીરે ધીરે ડોક્ટરોને ખબર પડી કે તે કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. મારી કીમોથેરાપીના 2 રાઉન્ડ પૂર્ણ થયા છે. આગામી સર્જરી ડિસેમ્બરમાં છે, મને થોડા મહિનામાં સારું લાગવું જોઈએ. મહિલાઓએ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. ગર્ભાશયના મુખના કેન્સર માટે એક રસી પણ છે, જે યુવાન છોકરીઓ ડૉક્ટરની સલાહ લીધા પછી મેળવી શકે છે. ઘણા લોકો આ વિશે જાણતા નથી અને મને લાગે છે કે આ વિષય પર જાગૃતિ હોવી જોઈએ.
ડોલી એ જણાવ્યું કે, ‘જયારે મને પહેલીવાર ખબર પડી ત્યારે હું ગભરાઈ ગઈ હતી. મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થઈ શકે… શું ખોટું થયું. ધીરે ધીરે મેં વાસ્તવિકતા સ્વીકારી અને અંદરથી હિંમત ભેગી કરી. મેં મારી જાતને કહ્યું કે હું આની આની સામે લડીશ અને ઠીક થઈશ. મારી માતા અને પુત્રી ખૂબ જ ચિંતિત હતા. મેં તેમને કહ્યું કે ચિંતા ન કરો કારણ કે તે સારું થાય છે. મારી આસપાસના લોકો અને પરિવાર મને ઘણો સપોર્ટ કરી રહ્યા છે.’
આ સમાચાર પણ વાંચોઃ Indian idol: 19 વર્ષ બાદ ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન વન ના રનર અપ અમિત સના નું છલકાયું દર્દ, શો અને ચેનલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત