News Continuous Bureau | Mumbai
Don 3 Casting Update: ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘ડોન 3’ છેલ્લા ઘણા સમયથી વિવાદો અને અટકળોમાં ઘેરાયેલી છે. તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે રણવીર સિંહે આ પ્રોજેક્ટમાંથી કિનારો કરી લીધો છે અને મેકર્સ હવે રિતિક રોશનને આ રોલ માટે સાઈન કરી રહ્યા છે. જોકે, રિતિક રોશને આ તમામ અફવાઓનું ખંડન કરીને સત્ય સામે લાવ્યું છે.રિતિક રોશને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જે અફવાઓ ફેલાઈ રહી છે તેના પર હવે વિરામ લગાવવાનો સમય આવી ગયો છે. તેણે સ્પષ્ટ કર્યું કે તેને ‘ડોન 3’ માટે ક્યારેય કોઈ ઓફરકરવામાં આવી નથી કે કોઈ વાતચીત થઈ નથી. રિતિકે મીડિયાને વિનંતી કરી છે કે પુષ્ટિ વગરના અહેવાલોથી દૂર રહે અને ખોટી માહિતી ન ફેલાવે.
આ સમાચાર પણ વાંચો : Winter Olympics 2026: વિન્ટર ઓલિમ્પિક્સમાં ગુંજ્યું ધુરંધર નું આ ગીત, રશિયન સ્કેટર અનાસ્તાસિયાએ માથે બિંદી લગાવી ભારતીય ધૂન પર કર્યું સ્કેટિંગ, વીડિયો વાયરલ
રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ખટરાગ?
રિપોર્ટ મુજબ, રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે કોઈ કારણોસર મતભેદ થયા હોવાની ચર્ચા છે, જેના કારણે રણવીરે આ મેગા પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, અત્યાર સુધી ફરહાન અખ્તર કે રણવીર સિંહ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વર્ષ 2023 માં જ્યારે આ ફિલ્મની જાહેરાત થઈ હતી, ત્યારે રણવીર અને કિયારા અડવાણીને લીડ રોલ માટે કન્ફર્મ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ‘ડોન 3’ નું કાસ્ટિંગ ફરીથી શૂન્ય પર આવી ગયું છે. કોઈ પણ કલાકાર અત્યારે સત્તાવાર રીતે આ ફિલ્મ સાથે જોડાયેલો નથી. ફરહાન અખ્તર પણ અત્યારે તેના અન્ય પ્રોજેક્ટ્સ જેવા કે ‘જી લે જરા’ અને તેના હોલીવુડ ડેબ્યુ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ‘ડોન’ ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે આ સમાચાર થોડા નિરાશાજનક હોઈ શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)