Site icon

કોરિયન ભાષામાં બનવા વાળી પ્રથમ ભારતીય ફિલ્મ હશે ‘દ્રશ્યમ’, ઓસ્કાર વિજેતા ફિલ્મ નો આ અભિનેતા ભજવશે મુખ્ય ભૂમિકા

'દ્રશ્યમ'એ દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની છાપ છોડી છે. હવે આ ફિલ્મની રિમેક દક્ષિણ કોરિયામાં બનવા જઈ રહી છે. નિર્માતાઓએ 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ભારતીય પેવેલિયનમાં આની જાહેરાત કરી હતી.

drishyam will be the first indian film to be remade in korean language

કોરિયન ભાષામાં બનવા વાળી પ્રથમ ભારતીય ફિલ્મ હશે 'દ્રશ્યમ', ઓસ્કાર વિજેતા ફિલ્મ નો આ અભિનેતા ભજવશે મુખ્ય ભૂમિકા

News Continuous Bureau | Mumbai

મલયાલમ ફિલ્મ ‘દ્રશ્યમ’ ફ્રેન્ચાઈઝી ને સારો પ્રતિસાદ મળ્યો હતો. તેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું. મલયાલમમાં, તેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા અને તેનું દિગ્દર્શન જીતુ જોસેફ દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મની સફળતા પછી, તેને અન્ય ચાર ભારતીય ભાષાઓમાં રિમેક કરવામાં આવી હતી. જેમાં કન્નડ, તેલુગુ, તમિલ અને હિન્દી નો સમાવેશ થાય છે. હિન્દીમાં અજય દેવગન, શ્રિયા સરન અને તબુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતીય ભાષાઓ બાદ હવે કોરિયન ભાષામાં ‘દ્રશ્યમ’ બનવા જઈ રહી છે. ભારતીય પ્રોડક્શન બેનર પેનોરમા સ્ટુડિયો અને દક્ષિણ કોરિયાના એન્થોલોજી સ્ટુડિયોએ રવિવારે આની જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

ઓસ્કાર વિજેતા ફિલ્મ પેરાસાઇટ અભિનેતા ભજવશે મુખ્ય ભૂમિકા 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ભારતીય પેવેલિયનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન બંને સ્ટુડિયોના વડા કુમાર મંગત પાઠક અને જે ચોઈ હાજર રહ્યા હતા. નિર્માતાઓ અનુસાર, આ પ્રથમ ભારતીય ફિલ્મ છે જે સત્તાવાર રીતે કોરિયનમાં બનાવવામાં આવશે. કુમાર મંગત પાઠકે કહ્યું કે તે ફ્રેન્ચાઈઝીને દક્ષિણ કોરિયા લઈ જવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે આનાથી ભારતની બહાર પહોંચ વધશે.ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘પેરાસાઇટ’ના અભિનેતા સોન્ગ કંગ હો મુખ્ય ભૂમિકામાં હશે. તેનું નિર્દેશન કિમ જી વૂન કરશે. એન્થોલોજી સ્ટુડિયોના વડા જે ચોઈએ કહ્યું, “હિન્દીમાં સફળ થયા બાદ અમે આ ફિલ્મને રીમેક કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. ભારત અને કોરિયા વચ્ચે પ્રથમ વખત આ પ્રોજેક્ટ ખૂબ મહત્વ ધરાવે છે. આ ભાગીદારી દ્વારા, અમે ભારતીય અને કોરિયન સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને એકસાથે લાવવા સક્ષમ બનીશું.

 

ગયા વર્ષ ની ટોચ ની ફિલ્મ હતી દ્રશ્યમ 2

તમને જણાવી દઈએ કે ‘દ્રશ્યમ’ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. મલયાલમમાં ‘દ્રશ્યમ’ વર્ષ 2013માં આવી હતી. બે વર્ષ પછી 2015માં તે હિન્દીમાં આવી. ‘દ્રશ્યમ 2’ 2021માં મલયાલમમાં અને 2022માં હિન્દીમાં રિલીઝ થઇ હતી હિન્દીમાં, તે ગયા વર્ષની ટોચની હિટ ફિલ્મોમાંની એક હતી. વિશ્વભરમાં આ ફિલ્મે લગભગ 345 કરોડનું કલેક્શન કર્યું હતું.

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version