News Continuous Bureau | Mumbai
Shahrukh khan:શાહરુખ ખાન માટે વર્ષ 2023 ખુબજ શાનદાર સાબિત થયું છે. તેની ફિલ્મ પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે ચાહકો કિંગ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ડંકી ના ટીઝર ને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મના ટીઝરને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને ચાહકો નો આનંદ બમણો થઇ જશે.
ડંકી નું ટીઝર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું ટીઝર તેના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. આ સાથે એવા પણ સમાચાર છે કે શાહરૂખ ખાન જન્મદિવસની ખાસ ઇવેન્ટમાં ચાહકો સાથે તેની ફિલ્મનું ટીઝર લાઇવ જોશે.રિપોર્ટ્સ અનુસાર, ‘ડંકી નું ટીઝર 2 નવેમ્બર, 2023ના રોજ ડિજિટલ વર્લ્ડમાં રિલીઝ થશે. આટલું જ નહીં, શાહરૂખ ખાન મુંબઈમાં તેના ચાહકો માટે જન્મદિવસની ઇવેન્ટનું આયોજન કરશે અને તેના ખાસ દિવસે તેના તમામ ચાહકો સાથે ટીઝર જોશે. સેન્સર બોર્ડે ફિલ્મના ટીઝર ને યુ સર્ટિફિકેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના બે ટીઝર રિલીઝ થવા જઈ રહ્યા છે.
Megastar #ShahRukhKhan‘s much-awaited #DunkiTeaser will be released on November 2nd on his birthday. #Dunki blockbuster release on December 21st💥💥
— Sacnilk Entertainment (@SacnilkEntmt) October 30, 2023
ડંકી ના ટીઝર ને મળ્યું યુ સર્ટિફિકેટ
તમને જણાવી દઈએ કે, 30 ઓક્ટોબરે તેને સેન્સર બોર્ડ દ્વારા U પ્રમાણપત્ર સાથે પાસ કરવામાં આવ્યું હતું. આ સિવાય મેકર્સને ‘ડંકી નું બીજું ટીઝર સેન્સર બોર્ડ તરફથી પાસ કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, બીજા ટીઝરની લંબાઈ 1 મિનિટ 49 સેકન્ડ હોવાનું કહેવાય છે. જો કે, બીજું ટીઝર ક્યારે રિલીઝ થશે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ માં શાહરુખ ખના સિવાય તાપસી પન્નુ, બોમન ઈરાની, દિયા મિર્ઝા મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચો : Karan Johar: કરણ જોહર થી ના સહન થયું દીપિકા-રણવીર નું ટ્રોલીગ થવું, ફિલ્મમેકરે તેના જવાબ સાથે કરી ટ્રોલર્સ ની બોલતી બંધ