Site icon

Shahrukh khan: શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો ને મળશે મોટું સરપ્રાઈઝ, ડંકી સાથે છે ખાસ કનેક્શન

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે ખુબ જ શાનદાર રહ્યું છે. તેની બન્ને ફિલ્મ સુપરહિટ રહી છે. હવે શાહરુખ ખાન તેના ફેન્સ ને એક સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. શાહરુખ તેના જન્મદિવસ પર તેની આવનારી ફિલ્મ ડંકી નું ટીઝર લોન્ચ કરશે.

dunki first teaser will be release on shahrukh khan 58th birthday

dunki first teaser will be release on shahrukh khan 58th birthday

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan:શાહરુખ ખાન માટે વર્ષ 2023 ખુબજ શાનદાર સાબિત થયું છે. તેની ફિલ્મ પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે ચાહકો કિંગ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ડંકી ના ટીઝર ને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.  ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મના ટીઝરને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને ચાહકો નો આનંદ બમણો થઇ જશે. 

Join Our WhatsApp Community

 

ડંકી નું ટીઝર 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું ટીઝર તેના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે.  આ સાથે એવા પણ સમાચાર છે કે શાહરૂખ ખાન જન્મદિવસની ખાસ ઇવેન્ટમાં ચાહકો સાથે તેની ફિલ્મનું ટીઝર લાઇવ જોશે.રિપોર્ટ્સ અનુસાર, ‘ડંકી નું ટીઝર 2 નવેમ્બર, 2023ના રોજ ડિજિટલ વર્લ્ડમાં રિલીઝ થશે. આટલું જ નહીં, શાહરૂખ ખાન મુંબઈમાં તેના ચાહકો માટે જન્મદિવસની ઇવેન્ટનું આયોજન કરશે અને તેના ખાસ દિવસે તેના તમામ ચાહકો સાથે ટીઝર જોશે. સેન્સર બોર્ડે ફિલ્મના ટીઝર ને યુ સર્ટિફિકેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના બે ટીઝર રિલીઝ થવા જઈ રહ્યા છે.

ડંકી ના ટીઝર ને મળ્યું યુ સર્ટિફિકેટ 

તમને જણાવી દઈએ કે, 30 ઓક્ટોબરે તેને સેન્સર બોર્ડ દ્વારા U પ્રમાણપત્ર સાથે પાસ કરવામાં આવ્યું હતું. આ સિવાય મેકર્સને ‘ડંકી નું બીજું ટીઝર સેન્સર બોર્ડ તરફથી પાસ કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, બીજા ટીઝરની લંબાઈ 1 મિનિટ 49 સેકન્ડ હોવાનું કહેવાય છે. જો કે, બીજું ટીઝર ક્યારે રિલીઝ થશે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ માં શાહરુખ ખના સિવાય તાપસી પન્નુ, બોમન ઈરાની, દિયા મિર્ઝા મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચો : Karan Johar: કરણ જોહર થી ના સહન થયું દીપિકા-રણવીર નું ટ્રોલીગ થવું, ફિલ્મમેકરે તેના જવાબ સાથે કરી ટ્રોલર્સ ની બોલતી બંધ

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version