News Continuous Bureau | Mumbai
Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. આ વર્ષે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ અને જવાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. એવામાં શાહરુખ ખાન ની આ વર્ષ ની છેલ્લી ફિલ્મ ડંકી ને પણ ચાહકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કોમેડી ડ્રામા ફિલ્મ મિત્રતા અને ગેરકાયદેસર દેશ માંથી બહાર જવા પર આધારિત છે. હવે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ડિંકી’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડંકી નું રાષ્ટ્રપતિ ભવનમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ
મીડિયા રિપોર્ટ અનુસાર ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમ દ્વારા શેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આજે રાષ્ટ્રપતિ ભવનમાં ડંકી ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે તેમણે કહ્યું કે, ‘ફિલ્મનો વિષય અત્યંત સુસંગત છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને વિદેશી દેશોની પરિસ્થિતિઓને અવાજ આપે છે, તે ખરેખર સંસદીય અધિકારીઓ માટે જોવા યોગ્ય છે અને આ ચોક્કસપણે તેને એક એવી ફિલ્મ બનાવે છે જે દરેક વ્યક્તિએ જોવી જોઈએ.’
PROUD MOMENT FOR ALL OF US ❤️🔥 The honour to have a special screening of #Dunki at the Rashtrapati Bhavan 🙌 #DunkiMania #DunkiBlockbuster #ShahRukhKhan #RashtrapatiBhavan #India pic.twitter.com/PIv1rZhZGM
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) December 24, 2023
શાહરૂખ ખાનના ચાહકો આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતા ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Dunki: ફિલ્મ ડંકી જોવા આવેલા ફેન્સ નો થિયેટરની બહાર નો મજેદાર વિડીયો થયો વાયરલ, શાહરુખ ખાને પણ આ વિડીયો પર આપી ફની પ્રતિક્રિયા