News Continuous Bureau | Mumbai
Esha deol: બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ અને દંપતી ધર્મેન્દ્ર અને હેમા માલિની ને બે દીકરીઓ છે એશા દેઓલ અને આહના દેઓલ. મોટી પુત્રી એશા દેઓલે બોલિવૂડ માં પ્રવેશ કર્યો હતો પરંતુ માતા પિતા ની જેમ તે ઇન્ડટ્રી માં પોતાની આગવી ઓળખ ના ઉભી કરી શકી. હવે એશા દેઓલ ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એશા દેઓલ તેના પતિ ભરત તખ્તાની થી અલગ થઇ ગઈ છે.
એશા દેઓલ થઇ પતિ થી અલગ?
એક Reddit યુઝરે એશા દેઓલ અને ભરત તખ્તાનીના અલગ થવાનો સંકેત આપ્યો છે. Reddit યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘એશા દેઓલે તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું બંધ કરી દીધું છે. એશા દેઓલ મોટાભાગે તેની માતા હેમા માલિની સાથે જોવા મળે છે.’ આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે કે, ‘દિવાળીની પાર્ટીઓમાં પણ તે એકલી જોવા મળતી હતી. તે હંમેશા ભરત સાથે પાર્ટીમાં જતી હતી.’ એક યુઝરે લખ્યું છે કે, ‘ભરત હેમા માલિનીના જન્મદિવસ પર હાજર નહોતો.’ એક યુઝરે લખ્યું છે કે, ‘ક્યારેક તમારા માતા-પિતાના કર્મો પણ તમને પરેશાન કરે છે.’
સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે. હવે કપલ સાથે જોડાયેલા સૂત્રો એ આ અફવાઓ પાછળનું સત્ય જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈશા અને ભરતના અલગ થવાના તમામ સમાચાર ખોટા છે. તમને જણાવી દઈએ કે એશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. અને બંને ને બે દીકરીઓ પણ છે.
આ સમાચાર પણ વાંચો : Kate winslet: ઓસ્કાર એવોર્ડ ને લઈને કેટ વિન્સલેટે કર્યો ચોંકાવનારો ખુલાસો, શોકેસમાં નહીં પરંતુ આ જગ્યા એ રાખે છે એવોર્ડ, અભિનેત્રી એ જણાવ્યું તેને ત્યાં રાખવાનું કારણ