ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેની બોલ્ડ તસવીરોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતા ફોટા શેર કરે છે.
ઇશાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં તે ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ રિવિલિંગ ટોપ પહેરીને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે. ઈશા ગુપ્તાની આ તસવીરોમાં તેનું સુંદર ટેટૂ પણ દેખાય છે. લુકની વાત કરીએ તો ઈશા ગુપ્તાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેના હોઠ પર લિપસ્ટિક લગાવી છે.
સાથે જ ઈશા ગુપ્તાએ તેના કાનમાં ડિઝાઇનર ઇયર રિંગ્સ પહેરી છે અને તેના ચહેરા પર લાઇટ મેકઅપ કર્યો છે. આ તસવીરો ખુદ ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને થોડા સમયમાં લગભગ દોઢ લોકોએ આ તસવીરોને પસંદ કરી છે. આપને જણાવી દઇએ કે ઇશા એક ફિટનેસ ફ્રીક પણ છે અને યોગ કરતી વખતે તેના ફોટા તેના ફેન્સ સાથે શેર કરે છે.
ઇશાની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2012 માં ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે બોલ્ડ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. આ સિવાય તેણે રુસ્તમ, ટોટલ ધમાલ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તે છેલ્લે ફિલ્મ વન ડેમાં જોવા મળી હતી.તે છેલ્લે 'ટોટલ ધમાલ' અને વન ડેમાં જોવા મળી હતી. તે વર્ષ 2020માં કોઈ ફિલ્મમાં નજર નથી આવી અને હવે તે ટૂંક સમયમાં 'દેશી મેજિક' અને 'હેરા ફેરી 3' માં કામ કરતી જોવા મળશે