News Continuous Bureau | Mumbai
જેનિફર વિંગેટ(Jennifer Winget) જેટલી પ્રતિભાશાળી અભિનેત્રી છે તેટલી જ તે પોતાની સુંદરતાને લઈને ચાહકોના દિલો પર રાજ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અભિનેત્રીના ચાહકોમાં માત્ર તેના ઇન્ડસ્ટ્રીની(Industry) બહારના ફેન્સ જ નહીં પરંતુ જાણીતા કલાકારો પણ તેની સુંદરતા ના દીવાના છે. હવે આ ક્રેઝી લોકોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે નામ છે વિશાલ આદિત્ય સિંહ.(Vishal Aditya Singh) હા… એ જ વિશાલ જેણે બિગ બોસ 13(Bigg Boss 13) માં તેની ગર્લફ્રેન્ડ મધુરિમા તુલી (Girlfriend Madhurima Tuli) સાથેના સંબંધો વિશે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. હવે તેણે જેનિફર પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે.
તાજેતરમાં વિશાલ આદિત્ય સિંહે લોકપ્રિય ટીવી અભિનેત્રી(TV actress) જેનિફર વિંગેટ વિશે કંઈક એવું કહ્યું છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. વિશાલ સિંહે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં તેને મારું મન, હૃદય અને આત્મા આપી દીધો છે. હું તેને સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ ફોલો કરું છું અને તે એક મહાન અભિનેત્રી છે, પરંતુ હું તેને વાસ્તવિક જીવનમાં ક્યારેય મળ્યો નથી અને ન તો મેં તેને પર્સનલી મેસેજ કર્યો છે. હું સોશિયલ મીડિયા પર તેની તમામ તસવીરો પસંદ કરું છું. હું તેને ઇન્સ્ટાગ્રામ(Instagram) પર સ્ટોક કરું છું. જો ભવિષ્યમાં, મને ક્યારેય તક મળે, તો મને તેની સાથે ડેટ કરવાનું ગમશે."
આ સમાચાર પણ વાંચો : અક્ષય કુમારની નવી રોડ સેફ્ટીની જાહેરાત પર વિવાદ-નીતિન ગડકરીના ટ્વિટ પર મચ્યો હોબાળો-જાણો શું છે સમગ્ર મામલો
વિશાલ આદિત્ય સિંહ અભિનેત્રી મધુરિમા તુલી સાથે રિલેશનશિપમાં રહી ચુક્યો છે. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પરંતુ ‘નચ બલિયે’ શો દરમિયાન બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી બંને ‘બિગ બોસ’માં પણ જોવા મળ્યા હતા. જ્યાં બંનેની લડાઈ ખૂબ પ્રખ્યાત થઈ.જેનિફરની વાત કરીએ તો તેના છૂટાછેડા થઈ ગયા છે. તેના પ્રથમ લગ્ન કરણ સિંહ ગ્રોવર સાથે થયા હતા, જેણે જેનિફરને છૂટાછેડા આપી બિપાશા સાથે લગ્ન કર્યા છે. જેનિફર છૂટાછેડા પછી સિંગલ છે.