Site icon

Farah Khan: ‘ઓમ શાંતિ ઓમ’ ના આ ગીત ના શૂટિંગ માટે શાહરુખ ખાને 2 દિવસ સુધી નહોતું પીધું પાણી, ફરાહ ખાને શેર કર્યો કિસ્સો

Farah Khan: શાહરુખ ખાને ફરાહ ખાન નિર્દેશિત ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં કામ કર્યું હતું. આ ફિલ્મ થી દીપિકા પાદુકોણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હવે ફરાહ ખાને તેની ફિલ્મ નું ગીત દર્દ એ ડિસ્કો નો એક કિસ્સો શેર કર્યો છે.

Farah khan reveals that shahrukh khan did not drink water for 2 days during om shanti om song

Farah khan reveals that shahrukh khan did not drink water for 2 days during om shanti om song

News Continuous Bureau | Mumbai 

Farah Khan: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પોતાની શાનદાર એક્ટિંગ ઉપરાંત તેની મિત્રતા માટે પણ જાણીતો છે. કરણ જોહર ની જેમ ફરાહ ખાન સાથે પણ શાહરુખ ખાન ની સારી મિત્રતા છે. આ માટે જ શાહરુખ ખાને ફરાહ ખાનના નિર્દેશકે તરીકે ની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં કામ કર્યું હતું. આ ફિલ્મ માં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ એ કામ કર્યું હતું. હવે ફરાહ ખાને તેની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ ના લોકપ્રિય ગીત દર્દ એ ડિસ્કો સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.

Join Our WhatsApp Community

 

ફરાહ ખાને શેર કર્યો કિસ્સો 

ફરાહ ખાને તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દર્દ-એ-ડિસ્કો’ના શૂટિંગ દરમિયાન શાહરૂખે બે દિવસ સુધી પાણી પીધું ન હતું. ફરાહે જણાવ્યું કે ‘હું મૈં હું ના’માં શાહરૂખને શર્ટ વગર બતાવવા માંગતી હતી, પરંતુ શાહરૂખ ખાન તે કરી શક્યો નહીં કારણ કે તેને પીઠમાં ઈજા થઈ હતી, અને તેની સર્જરી કરવી પડી હતી. તો ઓમ શાંતિ ઓમ દરમિયાન, તેણે કહ્યું કે મેં તમને વચન આપ્યું હતું કે જ્યારે હું કેમેરા સામે પહેલીવાર મારો શર્ટ ઉતારીશ, ત્યારે હું તે તારા માટે કરીશ. તેણે બે દિવસ સુધી પાણી પીધું નહીં કારણ કે તેનાથી તેને સોજો આવે છે. દર્દ-એ-ડિસ્કોમાં તે યોગ્ય રીતે ડાન્સ પણ કરી શકતો ન હતો કારણ કે તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો.’

ઓમ શાંતિ ઓમનું નિર્દેશન ફરાહ ખાને કર્યું હતું.આ ફિલ્મ માં  શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઇ હતી.

આ સમાચાર પણ વાંચોઃ Anupama: અનુપમા માં થવા જઈ રહી છે જુના વિલન ની એન્ટ્રી! શો માં જોવા મળશે હાઇવોલ્ટેજ ડ્રામા

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version