ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તૂફાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફરહાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. ફિલ્મનું ટ્રેલર શૅર કરીને ફરહાને કહ્યું હતું, 'તૂફાન' આવી ગયું છે, શું તમે તૈયાર છો? 'તૂફાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 16 જુલાઈએ ઍમેઝોન પ્રાઇમમાં સ્ટ્રીમ થશે.
સ્પૉર્ટ્સ ડ્રામા ફિલ્મને રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર તથા રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં ફરહાન ઉપરાંત મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક, હુસૈન દલાલ, ડૉ. મોહન અગાશે, દર્શન કુમાર તથા વિજય રાજ છે. ફિલ્મનું ટ્રેલર ગુંડા અજ્જુભાઈના જીવનની વાત કરે છે અને તે આગળ જઈને પ્રોફેશનલ બૉક્સર અઝીઝ અલી બને છે.
લીડ ઍક્ટર તથા કૉ-પ્રોડ્યુસર ફરહાન અખ્તરે કહ્યું હતું કે પાત્ર ઘણું જ પડકારજનક હતું. તેણે પાત્ર માટે આઠથી નવ મહિનાની ટ્રેનિંગ લીધી હતી.
