News Continuous Bureau | Mumbai
120 Bahadur: ફરહાન અખ્તર અભિનીત વૉર ડ્રામા ફિલ્મ ‘120 બહાદુર’ ને દિલ્હી સરકાર દ્વારા ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. CM રેખા ગુપ્તાએ આ જાહેરાત કરી અને ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન રેજાંગલા ની લડાઈ પર આધારિત છે, જેમાં ફરહાન મેજર શૈતાન સિંહ ભાટી ની ભૂમિકા ભજવે છે.
આ સમાચાર પણ વાંચો : Naagin 7 Promo Out: નાગિન 7 નો પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રિયંકા ચહર ચૌધરી નો શો
CM રેખા ગુપ્તાનો સંદેશ
તેમના અધિકૃત X હેન્ડલ પર CMએ લખ્યું: “આ ફિલ્મ ચાર્લી કંપની, 13 કુમાઉં રેજિમેન્ટના 120 સૈનિકોના અસાધારણ શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે. મેજર શૈતાન સિંહના પ્રેરક નેતૃત્વને દર્શાવે છે, જે ભારતના સૈન્ય ઇતિહાસમાં સાહસનું પ્રતિક છે.120 બહાદુર’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે ભારતીય સૈનિકોના શૌર્ય અને બલિદાનની જીવંત કહાની છે. ટેક્સ ફ્રી જાહેર કરવાથી વધુ લોકો સુધી આ પ્રેરણાદાયક વાર્તા પહોંચશે.”
#120Bahadur, a historical war film, pays tribute to the extraordinary courage, leadership, and sacrifice of the 120 soldiers of Charlie Company, 13 Kumaon Regiment, who fought valiantly in the Battle of Rezang La during the 1962 Sino-Indian War.
The film highlights the inspiring… pic.twitter.com/NufM70mq07
— Rekha Gupta (@gupta_rekha) November 27, 2025
રજનીશ ઘઈ દિગ્દર્શિત આ ફિલ્મે રિલીઝના 7 દિવસમાં 15 કરોડ કમાયા છે. ફિલ્મમાં ફરહાન અખ્તર સાથે રાશી ખન્ના, વિવાન ભટેના, દીપરાજ રાણા અને સાહિબ વર્મા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
