ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
ચીન અને ભારતના સીમા વિવાદના પગલે કેન્દ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે, જોકે ભારતમાં પબજીનું પીસી વર્ઝન હજી બાકી છે. તે જ સમયે, મેડ ઇન ઈન્ડિયા મલ્ટિપ્લેયર ગેમિંગ એપ FAU-G નું ટીઝર પબજી પર પ્રતિબંધ મૂકતાંની સાથે જ રજૂ કરવામાં આવ્યુ છે. તેની જાહેરાત બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કરી છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. અભિનેતા અક્ષય કુમારનું કહેવું છે કે આ FAU-G ગેમિંગ મનોરંજનનું મહત્ત્વનું સાધન બનશે. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોને આપેલા બલિદાન અંગે પણ જાણશે. સાથોસાથ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ પણ મળશે..
હાલ આ રમત વિશે કોઈ વિશિષ્ટ માહિતી નથી, પરંતુ અહેવાલો અનુસાર, FAU-G ગેમ પણ PUBG ની જેમ મલ્ટિપ્લેયર હશે. એમાં ફર્સ્ટ-લેવલ ગલવાન વેલી પશ્ચાદભૂ સાથે સેટ કરાશે. તે રીયલ-લાઈફ ઘટનાઓ, ભારતીય સુરક્ષા દળોએ આંતરિક તેમજ વિદેશી જોખમોના કરેલા મુકાબલા પર આધારિત હશે. આ ગેમ બેંગ્લોર સ્થિત કંપની એનકોરે ગેમ્સ દ્વારા રજૂ કરવામાં આવશે. આનું ફૂલ ફોર્મ – 'ફીયરલેસ એન્ડ યુનાઈટેડઃ ગાર્ડ્સ'. આ ગેમની નેટ આવકમાંથી 20 ટકા રકમ 'ભારત કે વીર ટ્રસ્ટ'ને દાન કરવામાં આવશે. આ ગેમનું લોન્ચિંગ આવતા ઓક્ટોબરના અંતમાં થાય એવી ધારણા છે….