News Continuous Bureau | Mumbai
Fighter: રિતિક રોશન ની ફલ્મ ફાઈટર ને લઈને લોકો ઉત્સાહિત છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી એ રિલીઝ થવાની છે. પરંતુ રિલીઝ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મમાં કેટલાક ફેરફારોની માંગ કરી હતી, જે પૂરી થઈ ગઈ છે. પાસ થતાં પહેલા સીબીએફસીએ ફિલ્મના કેટલાક સંવાદો અને દ્રશ્યોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર સાથે હવે સેન્સર બોર્ડે ફિલ્મ ફાઈટર ને U/A સર્ટિફિકેટ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ramayan Hanuman: રામાનંદ સાગર ની રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવવા દારા સિંહ ને પડી હતી આવી મુશ્કેલી, પ્રેમ સાગરે અભિનેતા વિશે કર્યો ચોંકવનારો ખુલાસો
ફિલ્મ ફાઈટર ના સંવાદ અને સીન માં થયા ફેરફાર
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં ધૂમ્રપાન વિરોધી સંદેશ હિન્દીમાં બતાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય કોઈ વાંધાજનક શબ્દને હટાવવા માટે કહેવામાં આવ્યું છે અથવા તો તેને મ્યૂટ કરવા માટે કહેવામાં આવ્યું છે, CBFC અનુસાર, બે ડાયલોગમાં વાંધાજનક શબ્દ બદલવા માટે કહેવામાં આવ્યું છે.આ ઉપરાંત સેક્સયુઅલ સજેસ્ટેડ વિઝ્યુઅલ ને પણ હટાવવાનું કહેવામાં આવ્યું છે.