News Continuous Bureau | Mumbai
Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં એરફોર્સના ફાઈટર પાઈલટોની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ ને .સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ દરમિયાન ફિલ્મ ફાઈટર માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ના યુનિફોર્મ માં ફિલ્માવવામાં આવેલા કિસિંગ સીન પર એક ભારતીય એરફોર્સ અધિકારી એ ફિલ્મ ના મેકર્સ અને સ્ટારકાસ્ટ ને એક લીગલ નોટિસ મોકલી હતી. હવે ફાઈટરના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Jaya bachchan: નવ્યા ને મળી નાની અને માતા પાસેથી લવ રિલેશન પર સલાહ, રેડ ફ્લેગ ના મુદ્દા પર જયા બચ્ચન અને શ્વેતા બચ્ચને આપી આવી પ્રતિક્રિયા
સિદ્ધાર્થ આનંદ ની પ્રતિક્રિયા
ફિલ્મ ફાઈટર ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે આ કિસિંગ સીન અને તેમને મળેલી લીગલ નોટિસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા સિદ્ધાર્થ આનંદે કહ્યું, ‘IAF ફિલ્મમાં એક મહાન સહાયક ભાગીદાર છે. આ ફિલ્મ સ્ક્રિપ્ટ સબમિટ કરવાથી લઈને પ્રોડક્શન પ્લાનિંગ સુધી IAF સાથે ઝીણવટભરી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ છે. સેન્સરે તેની રિલીઝ પહેલા ફિલ્મ જોઈ, IAF એ તેને ફરીથી જોઈ, સેન્સર પછી ફિલ્મની સમીક્ષા કરવામાં આવી, અને પછી અમને NOC પ્રમાણપત્ર મળ્યું.’ સિદ્ધાર્થે વધુમાં જણાવ્યું કે, ‘જે વ્યક્તિએ એક દ્રશ્ય અંગે વાંધો ઉઠાવ્યો છે અને તે IAF અધિકારી હોવાનો દાવો કરે છે, અમે તેની ટીમ સાથે તપાસ કરી છે. તેઓએ અમને કહ્યું છે કે IAFમાં આ નામનો કોઈ વ્યક્તિ નથી. અમને ખબર નથી કે આ કોણે કર્યું.’