News Continuous Bureau | Mumbai
Fighter song:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. ફિલ્મ ફાઈટર નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ સાથે ફિલ્મ ના બે ગીત પણ રિલીઝ થઈ ગયા છે જેને લોકો એ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે ફિલ્મ નું ત્રીજું ગીત હીર આસમાની રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ફાઈટર નું તીજું ગીત થયું રિલીઝ
ફાઈટરના નિર્માતાઓએ આગામી ગીત ‘હીર આસમાની’ રિલીઝ કર્યું છે. આ ગીત માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ની સ્ટારકાસ્ટ કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને અનિલ કપૂર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. ફાઈટર નું ગીત. ‘હીર આસમાની’ એ એરફોર્સના પાઇલટ્સને શ્રદ્ધાંજલિ છે. આ ગીત ને લઈને સિદ્ધાર્થ આનંદ કહે છે કે, “હીર આસમાની એ એક ટ્રેક છે જે એર ડ્રેગનની ખાસ ટુકડીને સમર્પિત છે. આ ગીત બ્રીફિંગ અને તાલીમ સત્રો તેમજ તેમના ડાઉનટાઇમ દરમિયાન ક્રૂ બોન્ડિંગ દર્શાવે છે. હીર આસમાની ની થીમ એ એરફોર્સના પાઇલટ વિશે છે જે આકાશ પ્રત્યેનો પોતાનો બિનશરતી પ્રેમ અને જુસ્સો વ્યક્ત કરે છે. આ પ્રેમ એટલો શુદ્ધ છે કે તે જમીન પરના લોકોની સમજની બહાર છે.”
ફાઈટર ના ગીત હીર આસમાની જાણીતાં ગાયક બી-પ્રાક વિશાલ દદલાની, શેખર રવજિયાનીએ મળી ને ગાયું છે. આ ગીતનું સંગીત વિશાલ-શેખરની જોડીએ આપ્યું છે અને ગીતો કુમારે લખ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: ગ્રાન્ડ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા ઇરા ખાન અને નૂપુર શિખરે, નવ દંપતી ની સાથે જોવા મળી પરિવાર ની આ ખાસ વ્યક્તિ
