Site icon

Fighter song: ‘ફાઈટર’ નું ત્રીજું ગીર ‘હીર આસામની’ થયું રિલીઝ, ફિલ્મ ની સ્ટાર કાસ્ટ નો હવામાં જોવા મળ્યો કરતબ

Fighter song:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની બહુ પ્રતિષ્ઠિત ફિલ્મ ફાઈટર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફાઈટર નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. સાથે સાથે ફિલ્મના બે ગીતો પણ રિલીઝ થઇ ગયા છે. હવે આ ફિલ્મનું ત્રીજું ગીત હીર આસમાની રિલીઝ કરવામાં આવ્યું છે.

fighter song heer asmani released

fighter song heer asmani released

News Continuous Bureau | Mumbai

Fighter song:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. ફિલ્મ ફાઈટર નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ સાથે ફિલ્મ ના બે ગીત પણ રિલીઝ થઈ ગયા છે જેને લોકો એ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે ફિલ્મ નું ત્રીજું ગીત હીર આસમાની રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

ફાઈટર નું તીજું ગીત થયું રિલીઝ 

ફાઈટરના નિર્માતાઓએ આગામી ગીત ‘હીર આસમાની’ રિલીઝ કર્યું છે. આ ગીત માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ની સ્ટારકાસ્ટ કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને અનિલ કપૂર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. ફાઈટર નું ગીત. ‘હીર આસમાની’ એ એરફોર્સના પાઇલટ્સને શ્રદ્ધાંજલિ છે. આ ગીત ને લઈને સિદ્ધાર્થ આનંદ કહે છે કે, “હીર આસમાની એ એક ટ્રેક છે જે એર ડ્રેગનની ખાસ ટુકડીને સમર્પિત છે. આ ગીત બ્રીફિંગ અને તાલીમ સત્રો તેમજ તેમના ડાઉનટાઇમ દરમિયાન ક્રૂ બોન્ડિંગ દર્શાવે છે. હીર આસમાની ની થીમ એ એરફોર્સના પાઇલટ વિશે છે જે આકાશ પ્રત્યેનો પોતાનો બિનશરતી પ્રેમ અને જુસ્સો વ્યક્ત કરે છે. આ પ્રેમ એટલો શુદ્ધ છે કે તે જમીન પરના લોકોની સમજની બહાર છે.”

ફાઈટર ના ગીત હીર આસમાની જાણીતાં ગાયક બી-પ્રાક વિશાલ દદલાની, શેખર રવજિયાનીએ મળી ને ગાયું છે. આ ગીતનું સંગીત વિશાલ-શેખરની જોડીએ આપ્યું છે અને ગીતો કુમારે લખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: ગ્રાન્ડ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા ઇરા ખાન અને નૂપુર શિખરે, નવ દંપતી ની સાથે જોવા મળી પરિવાર ની આ ખાસ વ્યક્તિ

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version