News Continuous Bureau | Mumbai
Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની બહુ ચર્ચિત ફિલ્મ ફાઈટર ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જેને જોઈને ચાહકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. થોડા દિવસો પહેલા ફિલ્મ નું પહેલું ગીત શેર ખુલ ગયે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે ફિલ્મ ફાઈટર નું બીજું ગીત ‘ઈશ્ક જૈસા કુછ’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત 22મી ડિસેમ્બરે રિલીઝ થશે.આ ગીતના ટીઝરે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. રિતિક અને દીપિકા વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે.
દીપિકા એ શેર કર્યું ફાઈટર ના બીજા ગીત નું ટીઝર
દીપિકા પાદુકોણે તેના ઈન્સ્ટાગ્રામ પર ‘ઈશ્ક જૈસા કુછ’ની ઝલક શેર કરી છે. જેમાં દીપિકા અને રિતિક રોશન ની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.આ હોટ ઓન-સ્ક્રીન કપલ બીચ પર ‘પ્રેમ’ ફેલાવી રહ્યું છે. વીડિયો શેર કરતી વખતે દીપિકાએ લખ્યું, “#IshwJaisaKuch ગીત 22 ડિસેમ્બરે રિલીઝ થશે #Fighter #FighterOn25January.”
View this post on Instagram
આ ગીત નું ટીઝર ફિલ્મ પઠાણ માં દીપિકા ના ગીત બેશરમ રંગ ની યાદ અપાવી રહ્યું છે.ફિલ્મ પઠાણ ના ગીત બેશરમ રંગ માં પણ દીપિકા ના બિકીની લુક્સે ચાહકો ને ઘયલ કર્યા હતા હવે ફરી એકવાર દીપિકા તેના બોલ્ડ અવતાર માં પાછી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Gauri khan: ગૌરી ખાન ની વધી મુશ્કેલી, આ મામલે ઇડી એ મોકલી શાહરુખ ખાન ની પત્ની ને નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો