News Continuous Bureau | Mumbai
Fighter: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ગઈકાલે તેનો 38 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. દીપિકા ફિલ્મ ફાઈટર માં જોવા મળવાની છે. ફાઈટરની ટીમે દીપિકા પાદુકોણ ને ખાસ અંદાજમાં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. ફાઈટરની ટીમે દીપિકાના જન્મદિવસ પર એક બીટીએસ વિડીયો શેર કર્યો હતો જેમાં પડદા પાછળ દીપિકા ભાંગડા પરફોર્મ કરતી અને ફિલ્મના સેટ પર મસ્તી કરતી જોવા મળી હતી.
ફાઈટર ની ટીમે શેર કર્યો બીટીએસ વિડીયો
દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ ફાઈટર માં જોવા મળશે. આ ફિલ્મ નું ટીઝર અને ફિલ્મ ના બે ગીતો રિલીઝ થઇ ચુક્યા છે. ચાહકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. આ સ્થિતિ માં ફાઈટર ને ટીમે બર્થડે ગર્લ દીપિકા ને એક ખાસ અંદાજમાં જન્મદિવસ ની શુભ્રછા પાઠવી હતી. ફાઈટર ની ટીમે પડદા પાછળ ની દીપિકા ની મસ્તી કેપ્ચર કરી હતી અને તેનો એક બીટીએસ વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો તેમને અભિનેત્રી ના જન્મદિવસ પર રિલીઝ કર્યો હતો.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની જોડી જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Sushmita sen: સુષ્મિતા સેને લૂંટાવ્યો રોહમન શોલ પર પ્રેમ, અનોખા અંદાજ માં પાઠવી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ને જન્મદિવસ ની શુભેચ્છા