Madgaon express: હસવા માટે થઇ જાઓ તૈયાર, પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી ની ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ નું ટ્રેલર જોઈ તમારી પણ છૂટી જશે હસી

Madgaon express: પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી ની ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ ના બેનર હેઠળ બની છે.

by Zalak Parikh
film madgaon express trailer makes you crazy

News Continuous Bureau | Mumbai 

Madgaon express: પ્રતીક  પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી ની ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થી કુણાલ ખેમુ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની વાર્તા પણ કુણાલે જ લખી છે. આ ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે જેમાં પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નું ટ્રેલર જોઈને તમે પણ હસી ને લોટપોટ થઇ જશો. 

આ સમાચાર પણ વાંચો : Ae watan mere watan: દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી સારા અલી ખાન, અભિનેત્રી ની ફિલ્મ એ વતન મેરે વતન નું દમદાર ટ્રેલર થયું રિલીઝ

 

મડગાંવ એક્સપ્રેસ નું ટ્રેલર 

મડગાંવ એક્સપ્રેસ ની વાર્તા ત્રણ મિત્રો ની આસપાસ ફરે છે જે બાળપણ ના મિત્રો છે. બાળપણ થી જ આ ત્રણેય મિત્રો ગોવા જવાનું સપનું જોવે છે જે તેમની જુવાની માં પૂરું થાય છે. આ ફિલ્મમાં હાસ્ય અને ગાંડપણનું જબરદસ્ત મિશ્રણ છે. આ ફિલ્મ માં નોરા ફતેહી ગ્લેમર ઉમેરતી જોવા મળશે. આ ફિલ્મ નું ટ્રેલર તમને હસાવી હસાવી ને ગાંડા કરી મુકશે.


તમને જણાવી દઈએ કે કુણાલ ખેમુ દ્વારા લિખિત અને નિર્દેશિત ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ 22 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More