News Continuous Bureau | Mumbai
Badshah: હાલમાં જ મહાદેવ સટ્ટાબાજી એપના મામલા માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ બોલિવૂડના સ્ટાર્સ રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા, હિના ખાન અને શ્રદ્ધા કપૂર સહિત ઘણા સ્ટાર્સને સમન્સ મોકલવામાં આવ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે આ જ એપથી સંબંધિત બીજી એક એપ ફેરપ્લે પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ નો પ્રચાર કરવા માટે રેપર અને સિંગર બાદશાહ અને બોલિવૂડ એક્ટર સંજય દત્ત વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બાદશાહ 30 ઓક્ટોબર એટલે કે સોમવારે મહારાષ્ટ્રની સાયબર ઓફિસમાં જોવા મળ્યો હતો.
બાદશાહ એ કર્યો હતો પ્રચાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાદશાહ ઓનલાઈન સટ્ટાબાજી ની એપ ફેરપ્લેના પ્રમોશનમાં સામેલ છે અને તેના કારણે તે હવે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. બાદશાહ ને બેટિંગ એપ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તેમજ, સંજય દત્ત અને બાદશાહ સહિત 40 સ્ટાર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ફેરપ્લે એપ આઈપીએલ બતાવી રહી હતી જયારે કે તેની પાસે આવી સ્ટ્રીમિંગની કોઈ પરવાનગી નથી. બાદશાહે આ એપનો પ્રચાર કર્યો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલે બાદશાહને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
#WATCH | Maharashtra Police Cyber Cell is questioning rapper Badshah in Mumbai, in connection with the online betting company app ‘FairPlay’. pic.twitter.com/QAcEYqk7Ly
— ANI (@ANI) October 30, 2023
ફેરપ્લે વિરુદ્ધ થયો કોપીરાઈટ નો કેસ
IPL ક્રિકેટ મેચો સ્ટ્રીમ કરવા માટે Viacom 18 પાસે IPR એટલે કે કોપીરાઈટ હતું. મીડિયા નેટવર્કનું કહેવું છે કે 40 સ્ટાર્સે ફેરપ્લે એપ પર ટૂર્નામેન્ટનો પ્રચાર કર્યો હતો. મીડિયા નેટવર્કની ફરિયાદ પર મહારાષ્ટ્ર સાયબર સેલે ફેરપ્લે વિરુદ્ધ ડિજિટલ કોપીરાઈટ કેસ દાખલ કર્યો છે. નોંધનીય છે કે ફેરપ્લે એપ સટ્ટાબાજીની એપ મહાદેવ સાથે જોડાયેલી છે.
આ સમાચાર પણ વાંચો : Sara ali khan: બાબા ભોલેનાથ ના આશીર્વાદ લેવા કેદારનાથ ધામ પહોંચી સારા અલી ખાન, અભિનેત્રીએ શેર કર્યો તેની આધ્યાત્મિક યાત્રા નો વિડીયો