ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કૉમેડી કિંગ કપિલ શર્માને તેના શો “ધ કપિલ શર્મા શો”માં એક વિવાદાસ્પદ દૃશ્યને કારણે પોલીસ સ્ટેશનનો દાદરો ચઢવાની નોબત આવી ગઈ છે. શોમાં રહેલા વિવાદાસ્પદ દૃશ્ય પ્રકરણે તેની સામે તથા શોના પ્રોડ્યુસર સામે મધ્ય પ્રદેશના શિવપુરીમાં FIR નોંધવામાં આવી છે.
સોની ટીવી પર તેનો “ધ કપિલ શર્મા શો” આવે છે. નાના પડદા પર આવતો આ કૉમેડી શો લોકોમાં ભારે જાણીતો છે. શોના એક એપિસોડમાં કોર્ટનો રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં કપિલ શર્મા હાથમાં દારૂનો ગ્લાસ લઈને પાત્ર ભજવી રહ્યો હતો. તેથી કોર્ટનું અવમાન થયું હોવાની ફરિયાદ તેના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક વકીલે કપિલ શર્માના વિરુદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરી છે, તેના પર 1 ઑક્ટોબરના સુનાવણી થવાની છે.
હકીકતમાં આ પ્રકરણ ગયા વર્ષનું છે. 19 જાન્યુઆરી, 2020ના આ એપિસોડ પ્રદર્શિત થયો હતો. 24 એપ્રિલ, 2021ના આ એપિસોડનું પુન: પ્રસારણ થયું હતું.