તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સીરીયલમાં બબીતાનો રોલ ભજવનાર મુનમુન દત્તા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
અભિનેત્રી વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવા બદલ હરિયાણાના હંસી શહેરમાં કેસ નોંધવામાં આવ્યો છે.
દલિત અધિકાર કાર્યકર્તાની ફરિયાદના આધારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધિનિયમ)ની કલમ (૧) (યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં મુનમુન દત્તા એ યુટ્યુબ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે મેકઅપને લઈને વાત કરી રહી હતી. જોકે તેણે આ વીડિયોમાં એક શબ્દ ખોટો વાપર્યો હતો, જેનાથી દલિત જાતિના લોકોની લાગણી દુભાય હતી.
મહારાષ્ટ્ર સરકાર પર પસ્તાળ પડી : ઉપમુખ્ય મંત્રીના સોશિયલ મીડિયા પાછળ કરોડોનું આંધણ. હવે લીધો યુ ટર્ન