Site icon

જાણો 90ના દાયકાની એવી મનોરંજન સીરિયલો વિશે જેણે દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી હતી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 ઓક્ટોબર 2020

90 ના દાયકામાં એવી ઘણી ટીવી સિરિયલો આવી હતી, જેણે દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી હતી. આ તે સમય હતો જ્યારે લોકો પોતાનું કામ પૂરું કરતા અને દૂરદર્શન પર તેમના પ્રિય શો જોવા માટે ટીવીની સામે બેસી જતા હતા. આજની આ સ્ટોરીમાં, અમે તમને 90 ના દાયકાની આવી જ કેટલીક સિરિયલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

1. કેપ્ટન હાઉસ- કેપ્ટન હાઉસ એ એક ભારતીય કોમેડી ડ્રામા સિરિયલ હતી, જેને  એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી હતી. આ સિરિયલ 1995 માં ડીડી મેટ્રો પર ટેલિકાસ્ટ થઈ હતી, જે પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરાઈ હતી.

2. સુરાગ – ધ ક્લૂ – ‘સુરાગ – ધ ક્લૂ’ એ એક ભારતીય ટેલિવિઝન ડિટેક્ટીવ-ક્રાઇમ ડ્રામા શો હતો, જે 1999 થી ડીડી નેશનલ પર પ્રસારિત થયો હતો. આ સુપરહિટ સીરિયલમાં સુદેશ બેરીએ સીઆઈડી ઇન્સ્પેક્ટર ભરતની ભૂમિકા ભજવી હતી. આ સીરીયલને કારણે સુદેશે ઘણી તાળીઓ લૂંટી હતી.

3. અ માઉથફુલ ઓફ સ્કાય- ‘અ માઉથફુલ ઓફ સ્કાય’ એ એક ભારતીય ટેલિવિઝન સિરીઝ હતી, જે 1995 માં ડીડી નેશનલ પર પ્રસારિત થઈ હતી. તે અંગ્રેજીમાં પહેલી સિરિયલ હતી જે ભારતમાં બનાવવામાં આવી હતી. આ સીરિયલમાં મિલિંદ સોમન અને રાહુલ બોઝ મુખ્ય ભૂમિકામાં હતા.  

4. દેખ ભાઈ દેખ- દૂરદર્શન ચેનલનો લોકપ્રિય કોમેડી શો 'દેખ ભાઈ દેખ' વર્ષ 1993 માં પ્રસારિત થયો હતો. આ સિરિયલમાં શેખર સુમન, નવીન નિશ્ચલ, ફરીદા જલાલ અને ભાવના બાલસાવર જેવા કલાકારોએ તેમની રજૂઆતથી લાખો દિલો પર રાજ કર્યું હતું.

5. કેપ્ટન વ્યોમ- મિલિંદ સોમનનો બીજો એક લોકપ્રિય ટીવી શો, જેણે 90 ના દાયકામાં દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ સિરિયલમાં મિલિંદ સોમન ઉપરાંત કૃતીકા રાણા અને આરવ ચૌધરીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

6. ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી – શારદાબિંદુ બંદિયોપાધ્યાય દ્વારા રચિત વ્યોમકેશ બક્ષી પાત્ર પર આધારિત ‘વ્યોમકેશ બક્ષી’ એ પહેલી હિન્દી ટેલિવિઝન શ્રેણી હતી જે 1993 અને 1997 વચ્ચે ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત થઈ હતી. રજિત કપુર દ્વારા ભજવાયેલી, વ્યોમકેશ બક્ષી 90 ના દાયકાની સૌથી લોકપ્રિય અને વખાણાયેલી શ્રેણીમાંની એક બની હતી. 

7. ચંદ્રકાંતા – ‘ચંદ્રકાંતા’ એ એક ભારતીય કાલ્પનિક ટેલિવિઝન શ્રેણી હતી જે દેવકી નંદન ખત્રીની 1888 ની સમાન નામની નવલકથા પર આધારીત છે. તે મૂળ 1994 અને 1996 ની વચ્ચે ડીડી નેશનલ પર પ્રસારિત કરવામાં આવી હતી, અને નિર્જા ગુલેરી દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું. 

8. શ્રીમાન શ્રીમતી એ એક ક્લાસિક હિન્દી સિટકોમ છે, જે 1994 થી 1999 દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. જેમાં જતીન કનાકિયા, રાકેશ બેદી, રીમા લગૂ અને અર્ચના પૂરણ સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. આ શો અશોક પટોલેએ લખ્યો હતો, આ શો ને રાજન વાઘધરે દિગ્દર્શિત અને ગૌતમ અધિકારી અને માર્કંડ અધિકારીએ પ્રોડ્યુસ કર્યો હતો.

9. શક્તિમાન શક્તિમાન એ ભારતીય હિંદી ભાષાનો સુપરહીરો ટેલિવિઝન શો હતો જે 13 સપ્ટેમ્બર 1997 થી 27 માર્ચ 2005 સુધી ડીડી 1 પર પ્રસારિત થયો હતો. નિર્માતા મુકેશ ખન્નાએ શક્તિમાનની ભૂમિકા ભજવી હતી. શક્તિમાનને માનવ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જેણે ધ્યાન અને પ્રકૃતિના પાંચ તત્વો: અવકાશ, પૃથ્વી, હવા, અગ્નિ, જળ દ્વારા અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરી છે. આ શો પછી શક્તિમાન: 2011 માં એનિમેટેડ સિરીઝ અને 2013 માં હમારા હીરો શક્તિમાન નામની એક ટેલિવિઝન ફિલ્મ આવી હતી.

નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્ર્મણને ફેલાતા રોકવા માટે સરકાર દ્વારા લાગુ કરાયેલ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ડીડીના 90 ના દાયકાના શો જેમ કે રામાયણ, મહાભારત, શક્તિમાન, ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી પુનઃ પ્રસારિત કરવામાં આવ્યા હતા..    

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version