શેમારૂ એન્ટરટેઈનમેન્ટ ની નવી ચેનલ શેમારૂ ઉમંગ પર જુઓ કિસ્મત કી લકીરો સે જેમાં છે ભાગ્ય, બલિદાન અને પ્રેમની રસપ્રદ વાર્તા-જાણો ક્યારે અને કેટલા વાગ્યે થશે પ્રસારિત

News Continuous Bureau | Mumbai

શેમારૂ એન્ટરટેઈનમેન્ટની નવી ચેનલ શેમારૂ ઉમંગે(Shemaroo Umang) તેનો પહેલો ઓરિજિનલ શો 'કિસ્મત કી લકીરો સે' લોન્ચ કર્યો છે. હિન્દી ભાષા પર આધારિત, 'કિસ્મત કી લકીરો સે' (Kismat ki lakiron se)માં ભાગ્ય, બલિદાન અને પ્રેમની રસપ્રદ વાર્તા જોવા મળશે.આ શો 5 સપ્ટેમ્બર એટલે કે આજથી દર સોમવારથી શનિવાર રાત્રે 8 વાગ્યે શેમારૂ ઉમંગ પર પ્રસારિત થશે.

આ શો દર્શકોને રોજિંદા કૌટુંબિક ઉતાર-ચઢાવમાંથી એક રોમાંચક પ્રવાસ પર લઈ જશે, જે આખરે એક સુંદર સંબંધમાં ફેરવાય છે. એટલું જ નહીં, આ શોમાં બે બહેનોના (two sisters)વિરોધાભાસી વ્યક્તિત્વને પણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે, જેમાંથી એક બહેન ખૂબ જ નમ્ર, દયાળુ, સંભાળ રાખનારી અને પરિવાર પ્રત્યે સમર્પિત છે, જ્યારે બીજી બહેન મનમૌજી, સ્વતંત્ર અને આધુનિક છે. આ બહેનોના જીવનમાં ઉતાર-ચઢાવ અને તેમના ભાગ્ય માં શું લખાયેલ છે તે જાણવા માટે શો જોવાનું ચૂકશો નહીં.શોના મુખ્ય કલાકારોમાં અભિનેતા વરુણ શર્માનો સમાવેશ થાય છે, જેણે ‘સસુરાલ સિમર કા’, અને ‘ભાગ્યલક્ષ્મી’ જેવા શોથી ખૂબ લોકપ્રિયતા મેળવી છે. બીજી તરફ ‘પવિત્ર ભરોસા કા સફર’માં પવિત્રાનું મુખ્ય પાત્ર ભજવતી અભિનેત્રી શૈલી પ્રિયા, સ્પ્લિટ્સવિલા-9ના અભિષેક પઠાનિયા અને સુમતિ સિંહ, જે ‘રૂપ મર્દ કા નયા સ્વરૂપ’ અને ‘અમ્મા કે બાબુ કી બેબી’માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે.તેઓ પણ લીડ રોલમાં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : અનુપમા ના ફેન્સ માટે ખરાબ સમાચાર-પારસ કલનાવત પછી કિંજૂ બેબી એ નહિ આ અભિનેત્રીએ રાતોરાત છોડી દીધો શો-પોતે જ જણાવ્યું કારણ

શેમારૂ ઉમંગ આ વર્ષે એપ્રિલમાં લોન્ચ (launch)કરવામાં આવી છે. શેમારૂ ઉમંગનું પ્રસારણ તમામ મુખ્ય કેબલ નેટવર્ક અને ડીડી ફ્રી ડીશ પર થાય છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *