News Continuous Bureau | Mumbai
G Marimuthu death: લોકપ્રિય તમિલ અભિનેતા અને દિગ્દર્શક જી મારીમુથુનું ગઈકાલે 58 વર્ષની વયે નિધન થયું છે. સવારે લગભગ 8.30 વાગે તે ટીવી શો ‘ઈતિર નીચલ’ માટે ડબિંગ કરવા ગયો હતો. આ દરમિયાન તે પડી ગયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. મારીમુથુ યુટ્યુબ સેન્સેશન હતો અને છેલ્લે રજનીકાંતની ‘જેલર’ અને ‘રેડ સેન્ડલ વુડ’માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. તેના આકસ્મિક અવસાનથી સૌ કોઈને આઘાત લાગ્યો હતો. તેના પરિવારમાં તેમની પત્ની બૈકિયાલક્ષ્મી અને અકિલાન અને ઇશ્વર્યા નામના બે બાળકો છે.
ડબિંગ દરમિયાન આવ્યો હાર્ટ એટેક
જી મારીમુથુ ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે જાણીતા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વાર ચર્ચાઓ થતી હતી. તાજેતરમાં તેણે ‘જેલર’માં વિલનના આસિસ્ટન્ટનો રોલ કર્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ, તે તેના સાથીદાર કમલેશ સાથે ટીવી શો ‘ઇથિર નીચલ’ માટે ડબિંગ કરી રહ્યો હતો. આ ડબિંગ ચેન્નાઈના એક ડબિંગ સ્ટુડિયોમાં હતું. ડબિંગ કરતી વખતે તે બેહોશ થઈ ગયો. જ્યારે તેને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તબીબોએ કહ્યું કે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તબીબોએ મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું છે.
Condolences! Your work has been impeccable and irreplaceable. Rest in peace #Marimuthu pic.twitter.com/cdT2LgThwY
— Sun Pictures (@sunpictures) September 8, 2023
જી મારીમુથુ ની કારકિર્દી
જી મારીમુથુ ‘તમિલ રોકર્ઝ’, ‘વાદા ચેન્નઈ’, ‘જેલર’, ‘રેડ સેન્ડલ વૂડ’ જેવી મોટી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની સફર શરૂ કરી. તે પહેલીવાર 1999માં અજીતની ફિલ્મ ‘વાલી’માં જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Jawan box office collection: શાહરુખ ખાન ની ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ,કમાણીના મામલે તોડ્યો પઠાણ નો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન