News Continuous Bureau | Mumbai
Jawan box office collection: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મ ને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે તેના પ્રથમ દિવસે જ શાનદાર કમાણી કરી છે અને ઘણા જૂના રેકોર્ડ તોડતા શાહરૂખ ખાનની ફિલ્મે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. આ ફિલ્મને લઈને ટ્વિટર પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એટલી કુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં ‘પઠાણ’ પછી ‘જવાન’ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરનાર શાહરૂખ ખાનની બીજી ફિલ્મ બની છે. પ્રથમ દિવસની કમાણી પણ બમ્પર રહી છે.
આ સમાચાર પણ વાંચો : Jawan advance booking: શાહરૂખ ખાન ની ‘જવાન’ ના એડવાન્સ બુકિંગે રચ્યો ઈતિહાસ! અધધ આટલી ટિકિટ થઈ બુક
જવાન ની બમ્પર કમાણી
શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ ના જોરદાર અભિનયના આધારે આ ફિલ્મ પહેલા જ દિવસે જંગી કમાણી કરશે તેવી આગાહી કરવામાં આવી હતી અને તે સાચી સાબિત થઈ છે. ફિલ્મે જોરદાર કમાણી કરી છે અને ‘ગદર 2’ અને ‘પઠાણ’ની પ્રથમ દિવસની કમાણીનો બમ્પર રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જવાન ના પ્રારંભિક અહેવાલ મુજબ, ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું. આ ફિલ્મે તેની હિન્દી રિલીઝ થી જ 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ હતી. તેણે તમિલમાં 5 કરોડ રૂપિયા અને તેલુગુમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, ‘પઠાણ’ એ પહેલા દિવસે 70.50 રૂપિયાની બમ્પર કમાણી સાથે બધાને પાછળ છોડી દીધા હતા. હવે શાહરૂખ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ એ ‘પઠાણ’ ને પણ પાછળ છોડી દીધી છે. સની દેઓલની તાજેતરમાં રિલીઝ થયેલી ‘ગદર 2’ વિશે વાત કરીએ તો, ફિલ્મે 40.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે બીજા અને ત્રીજા દિવસે વધી હતી. તમને જણાવી દઈએ કે, વીકેન્ડ પર ફિલ્મ ‘જવાન’ની કમાણી વધુ વધવાની આશા છે. શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.