News Continuous Bureau | Mumbai
Mumbai : દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય(Candle lighting) કરવામાં આવ્યું અને એસપીઆર જૈન કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગીતા ના શ્લોક નું પઠન પ્રાર્થના,નૃત્ય કરવામાં આવી. એના પછી આરોહી નામની બાળાએ બેટી બચાવો પર પોતાનું સુંદર કાવ્ય પઠન કરી બધાના મન મોહી લીધા. કે જે સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયની બે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કીર્તન(bhajan) અધુરમ મધુરમ પર નૃત્ય કરવામાં આવ્યું અને ભક્તિનું વાતાવરણ ઉત્પન્ન કરી દીધું. એના પછી અંગ્રેજી(english) અને ગુજરાતી(gujarati) વિષયમાં વધુ ગુણ મેળવનાર (૧૧૭+૧૪) તેમજ શાળામાં પ્રથમઆવનાર (૬૨) વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર રોકડ(૧૦૦૦₹)(૫૦૦₹) રકમ,સ્મૃતિચિન્હ અને પુસ્તકની ભેટ આપવામાં આવી. બોર્ડમાં પ્રથમઆવનાર (૪) વિદ્યાર્થીઓને સ વ પ વિ વિ કાંદિવલીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ(૮૪-૮૫) દ્વારા ચાંદીની ૨૦ gm ની લગડી આપવામાં આવી. જે શાળાઓનું ૧૦૦% પરિણામ આવેલું એવી ૨૩ શાળાઓનું(schools) સનમાન પણ સ્મૃતિચિન્હ અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું.
આખા કાર્યક્રમને વધુ મનોરંજક બનાવવા હુસેની ભાઈ નિર્મિત ગુજરાતી મિડીયમ રજૂ થયું, જેમાં આવનાર સર્વે પેટભરીને હસ્યા તેમજ માતૃભાષાનું મહત્વ સમજ્યા.
એસ પી આર જૈન કન્યા શાળાની બાળાઓએ એરિયલ એક્ટ કરી આખા સભાગૃહમાં સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ બાળાઓને ૧૨૫ વૃદ્ધોના આશીર્વાદ રૂપે મારું ઘર તરફથી ૩૧૦૦૦ ₹ ઇનામ અને સંગઠન તરફથી પણ ઇનામ આપવામાં આવ્યા.
માતૃભાષા માટે નો ગર્વ સમાજ સુધી પહોંચાડવાનું કામ શેરી નાટક દ્વારા સંગઠનની યુવા ટીમે કર્યું. ભાવેશ મહેતા, પાર્થ અને મીરાં દ્વારા સંગઠનના ધ્યેય અને કાર્યોની માહિતી PPT દ્વારા આપી યુવાનોને માતૃભાષાના ઉત્થાનના આ કાર્યોમાં જોડાવા માટે હાકલ કરવામાં આવી. જેના પ્રતિસાદ રૂપે ઘણાં વિદ્યાર્થીઓએ સંગઠનમાં જોડાવાનો ઉત્સાહ દેખાડ્યો.
આખા કાર્યક્રમમાં જેમણે પોતાના સાથ સહકાર આપેલો એ બધાનો ભાવેશભાઈ મહેતા દ્વારા આભાર માનવામાં આવ્યો. ખાસ મીનાબેન ખેતાણી જેમણે માતૃભાષાના આ કાર્યક્રમ માટે સભાગૃહ નિશુલ્ક આપ્યો, આચાર્ય નંદાબેન અને રીટાબેન તેમ જ એસ પી આર જૈન કન્યા શાળાના સર્વે શિક્ષકોને અને ક જે સોમૈયા કલા અને વાણિજ્ય વિભાગના પ્રીતિબેન દવેને વંદન કરી, રાષ્ટ્રગીત ગાય સર્વે ભોજન કરી સુંદર યાદો લઈને છૂટા પડ્યા.
આ સમાચાર પણ વાંચો : IMD Weather Update : હવામાન વિભાગની મોટી આગાહી!દેશમાં ચોમાસું સક્રિય, આગામી ત્રણ દિવસ દરમિયાન આ રાજ્યોમાં થશે ભારે વરસાદ.. જાણો હાલ ક્યાં કેવી સ્થિતિ..