News Continuous Bureau | Mumbai
Ameesha Patel સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2‘ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 26 જુલાઈએ રિલીઝ થશે. ટ્રેલર રિલીઝ થતા પહેલા જ ફિલ્મની એક્ટ્રેસ અમીષા વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ‘ગદર 2’ની સકીના ટ્રેલર લૉન્ચ વખતે હાજર રહેશે નહીં.
ગદર 2 ના ટ્રેલર લોન્ચ માં હાજર નહીં રહે અમિષા પટેલ
અહેવાલો અનુસાર, અમીષા પટેલે ‘ગદર 2‘ના ટ્રેલર લોન્ચમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. આનું કારણ ફિલ્મની અભિનેત્રી સિમરત કૌર જણાવે છે. સિમરત ‘ગદર 2‘થી મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક્ટ્રેસના વીડિયોને લઈને હોબાળો થયો હતો, તેથી અમીષાએ તેને સપોર્ટ કર્યો હતો.મીડિયા રિપોર્ટ અનુસાર, અમીષા ટ્રેલરમાં દેખાવા માંગતી નથી કારણ કે તેને લાગે છે કે સિમરત કૌર સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. આ વિવાદથી બચવા માટે તે ઈવેન્ટમાં આવવાનું ટાળી રહી છે. જો કે, હજુ સુધી અભિનેત્રીનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે સાચું કારણ શું છે.
આ સમાચાર પણ વાંચો : Captain of team India : હાર્દિક પંડ્યા નહીં, આયર્લેન્ડ પ્રવાસ પર આ ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!
ગદર 2 ના ટ્રેલર માં સિમરત નો હશે નાનકડો શોર્ટ
એટલું જ નહીં, સિમરત વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેલરમાં તેનો માત્ર એક જ શોટ બતાવવામાં આવી શકે છે. કારણ છે અભિનેત્રીના વીડિયોને લઈને વિવાદ. નિર્માતાઓ નથી ઈચ્છતા કે ફિલ્મ તેની રિલીઝ પહેલા વિવાદોમાં ફસાઈ જાય. એટલા માટે તે સિમરતને સ્પોટલાઇટથી દૂર રાખીને વિવાદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ગદર 2′ રિલીઝ થયેલી ‘ગદર એક પ્રેમ કથા’ની સિક્વલ છે. 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે ‘ગદર 2’ સ્ક્રીન પર આ જ જાદુ જાળવી શકશે કે નહીં. સની દેઓલ અને અમીષાની ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.