Site icon

Gadar 2 oscars: અનિલ શર્માએ કરી ‘ગદર 2’ ને ઓસ્કારમાં મોકલવાની તૈયારી, દિર્ગદર્શકે ખોલી ઈન્ડસ્ટ્રી ની પોલ

Gadar 2 oscars: સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ‘ગદર 2’ સતત કમાણી કરી રહી છે. ફિલ્મ 500 કરોડની નજીક પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં આ આંકડો પણ પૂરો કરશે. દરમિયાન, ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.

Gadar 2: anil sharma directorial film planning to send oscars

Gadar 2 oscars: અનિલ શર્માએ કરી 'ગદર 2' ને ઓસ્કારમાં મોકલવાની તૈયારી, દિર્ગદર્શકે ખોલી ઈન્ડસ્ટ્રી ની પોલ

News Continuous Bureau | Mumbai

Gadar 2 oscars:  ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રહી છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તે જ સમયે, સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટર પણ તેની સફળતા પર ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા છે. હવે ફિલ્મ નિર્માતાએ ‘ગદર 2’ને લઈને મોટું નિવેદન આપ્યું છે. નિર્માતાઓ સની દેઓલ અભિનીત આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાની યોજના બનાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

ગદર 2 ને ઓસ્કર માં મોકલવાની તૈયારી 

ડિરેક્ટર અનિલ શર્મા ‘ગદર 2’ની અપાર સફળતાથી ખૂબ જ ખુશ છે. અનિલે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે તે અને તેની ટીમ ઓસ્કાર માટે અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. ડિરેક્ટરે શેર કર્યું, ‘લોકો મને ફિલ્મને ઓસ્કારમાં મોકલવા માટે વારંવાર ફોન કરી રહ્યા છે.’ ઈન્ટરવ્યુમાં અનિલ શર્માને પૂછવામાં આવ્યું કે શું ‘ગદર 2’ ઓસ્કારમાં જશે, જેના પર ડિરેક્ટરે કહ્યું, ‘ગદર: એક પ્રેમ કથા (2001) નથી ગઈ, તેથી મને ખબર નથી કે ગદર 2 કેવી રીતે જશે, પરંતુ અમે તેના પર મક્કમ છીએ. ગદર 2 જવું જોઈએ, ફિલ્મ તેને લાયક છે. ગદર પણ આને લાયક હતી. ગદર 1947 ના ભાગલા પર આધારિત હતી, અને અમે તેની વાર્તા ખૂબ જ અલગ રીતે કહી. આ એક નવી અને મૂળ વાર્તા હતી અને ગદર 2 પણ નવી અને મૂળ વાર્તા છે.’

આ સમાચાર પણ વાંચો : Gadar 2: ગદર 2 જોતા પહેલા શાહરૂખ ખાને સની દેઓલને ફોન કરીને કહી હતી આ વાત, ‘તારા સિંહ’ એ કર્યો મોટો ખુલાસો

ગદર 2 ના ડિરેક્ટર અનિલ શર્મા એ વ્યક્ત કરી નારાજગી 

અનિલ શર્માએ એ પણ શેર કર્યું કે તે વર્ષોથી તેની ફિલ્મો માટે યોગ્ય પ્રશંસા ન મળવાથી નારાજ છે. ડિરેક્ટરના શબ્દોમાં, ‘એવું લાગે છે કે મેં બિલકુલ કામ કર્યું નથી. મને ખબર નથી કે એવોર્ડ પેનલ પર કોણ બેઠું છે, જે અમને  કોઈ એવોર્ડ નથી આપતું. અમે ગદર 2 દ્વારા લોકોના દિલોને સ્પર્શી લીધા છે. હું જૂઠું નહીં બોલું, પણ અમારે પણ એવોર્ડ જોઈએ છે. પરંતુ હું તેની અપેક્ષા રાખતો નથી કારણ કે હું જાણું છું કે મને તે મળશે નહીં. મેં સાંભળ્યું છે કે આ બાબતોમાં ઘણી લોબિંગ અને PR સામેલ છે, અને હું રાજકીય વ્યક્તિ નથી. મેં ક્યારેય એવોર્ડ માટે લોબિંગ કર્યું નથી.’

TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.
Exit mobile version