News Continuous Bureau | Mumbai
Gadar 2 OTT: સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને નિમરત કૌર સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી સુપરહિટ ફિલ્મ બની ગઈ છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મે કમાણીના મામલે ઘણા રેકોર્ડ પણ તોડ્યા. આ ફિલ્મ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે અને હવે ‘ગદર 2’ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેની વિગતો પણ સામે આવી છે.
ગદર 2 ઓટિટિ રિલીઝ
ગદર 2 નું સ્ટ્રીમિંગ ZEE5 પર 6 ઓક્ટોબર થી શરૂ થશે, તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. આ માહિતી ZEE5ના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવી છે.
View this post on Instagram
ZEE5 એ પોસ્ટમાં કહ્યું, “કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! તારા સિંહ તમારું દિલ જીતવા માટે તૈયાર છે! ભારતનું સૌથી મોટું બ્લોકબસ્ટર #ZEE5 માત્ર 2 દિવસમાં આવી રહ્યું છે! #Gadar2OnZEE5.” આ ફિલ્મની OTT રીલિઝ ડેટની જાહેરાત થયા બાદ, #Gadar2OnZEE5 હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : OMG 2 OTT: હવે ઓટીટી પર નહીં જોવા મળે ફિલ્મ OMG 2 નું અનકટ વર્ઝન, ફિલ્મ ના દિગ્દર્શક અમિત રાયે સેન્સર બોર્ડ પર નારાજગી વ્યક્ત કરતા કહી આ વાત