Site icon

‘મહાભારત’ ના યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાણે સાધ્યું આદિપુરુષ પર નિશાન મનોજ મુન્તાશીરની વાસ્તવિકતા આવી સામે,જાણો વિગત

આદિપુરુષ ફિલ્મને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મના ડાયલોગ્સમાં ફેરફાર અને ટિકિટના ભાવમાં ઘટાડા છતાં મેકર્સ પ્રત્યે લોકોનો ગુસ્સો શાંત થયો નથી.

gajendra singh chauhan aka yudhishthira of mahabharat lashes out on makers of adipurush

‘મહાભારત’ ના યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાણે સાધ્યું આદિપુરુષ પર નિશાન, મનોજ મુન્તાશીરની વાસ્તવિકતા આવી સામે,જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહાભારતમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર ચૌહાણ ‘આદિપુરુષ’થી ખૂબ નારાજ છે. ગજેન્દ્રનું માનવું છે કે આવી ફિલ્મો દેશની ધાર્મિક લાગણીઓની મજાક ઉડાવે છે. ગજેન્દ્ર એ આદિપુરુષ અને તેમના લેખન પર મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગજેન્દ્ર કહે છે, સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે રામાયણ અને મહાભારતની વાર્તાઓ આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલી છે. તેમની સાથે આ રીતે ચેડાં કોઈએ સહન ન કરવું જોઈએ. મહાભારત અને રામાયણ જોવાની વાત નથી પણ શીખવાની વાત છે. અમે આને વારસા તરીકે આગામી પેઢીને આપીએ છીએ. આ આપણા દેશની ધરોહર છે, જેનું રક્ષણ થવું જોઈએ. આમાંથી કોઈ ખોટો સંદેશ ન જવો જોઈએ.

Join Our WhatsApp Community

 

ગજેન્દ્ર એ ટિકિટ બુક કરાવી હોવા છતાં ફિલ્મ જોવા ના ગયા 

ગજેન્દ્ર કહે છે કે, મેં આ ફિલ્મ જોવા માટે ટિકિટ પણ બુક કરાવી હતી, પણ ખબર નહીં કેમ મારો આત્મા એ વાત માટે રાજી નથી થઈ રહ્યો કે મારે થિયેટરમાં જઈને જોવું જોઈએ. વાસ્તવમાં, મેં ટ્રેલરમાં, ટૂંકી ક્લિપ્સમાં જે પણ જોયું છે, બધું જાણ્યા પછી, મને સમજાયું કે આ ફિલ્મ તેના માટે યોગ્ય નથી. હું મારી માન્યતાને બિલકુલ ખતમ કરવા માંગતો નથી. હું રામને માત્ર ભગવાન શ્રીરામના રૂપમાં જોવા માંગુ છું. હું માનું છું કે આની પાછળ ચોક્કસપણે કોઈ ઊંડું ષડયંત્ર છે, તેઓ આપણી ભાવિ પેઢીને બગાડવા માંગે છે. હું T-Series ના ભૂષણ જીને કહેવા માંગુ છું કે તેમના પિતાએ જે વારસો ઉછેર્યો છે અને જે રીતે તેમણે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખ્યું છે, તેમણે આ બધી બાબતોનું ખૂબ જ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ. આવનારા સમયમાં આવી વસ્તુઓને બિલકુલ કિંમત ન આપવી જોઈએ.

 

ગજેન્દ્ર એ આદિપુરુષ ના ડાયલોગ વિશે કહી આ વાત 

સંવાદોના સુધારા પર ગજેન્દ્ર કહે છે, જુઓ ધનુષમાંથી તીર નીકળી ગયું છે. જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું. હવે તમે ગમે તેટલો સુધારો કરો, તે બદલાવાનું નથી. આનાથી કોઈ ફાયદો થશે નહીં. લોકો આદિપુરુષને સજા આપી ચૂક્યા છે. ડે 1 નું કલેક્શન અને આજના કલેક્શન માં ઘટાડો જુઓ. તેઓ સજાને પાત્ર છે, તેમને સજા થવી જ જોઈએ. બલકે સેન્સર બોર્ડના નિર્ણયથી હું આશ્ચર્યચકિત છું. તેમની પણ પૂછપરછ થવી જોઈએ. આ ફિલ્મ બિલકુલ રિલીઝ ન થવી જોઈતી હતી. આખી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સરકારે તાત્કાલિક આના પર રોક લગાવવી જોઈએ.ગજેન્દ્ર આગળ કહે છે, મને લાગે છે કે મનોજ મુન્તાશીરે અજ્ઞાનતા પરિચય આપ્યો છે. તેને ખરેખર કોઈ જ્ઞાન નથી. તેઓ ગીતકાર છે,તેમને સંવાદ લખવા આપી દીધા. વક્તા અને લેખકોના વીડિયો સોશિયલ મીડિયા પર ફરે છે, મુન્તાશીર સાહેબે ત્યાંથી સંવાદો ઉમેરીને ફિલ્મમાં ઉમેર્યા છે. કુમાર વિશ્વાસનો ડાયલોગ છે ‘તેરી લંકા લગા દૂંગા મેં’. આ બધું ઉમેરીને તેણે પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું છે કે તેવું જતાવે છે કે તેણે બધું લખ્યું છે. તેમ છતાં તે મક્કમ છે. આ ઘમંડ કોઈપણ કલાકાર માટે યોગ્ય નથી.

આ સમાચાર પણ વાંચો: ‘કપડા તેરે બાપ કા’ આદિપુરુષનો બદલાયો આ ડાયલોગ, હવે આવું બોલતા સાંભળવા મળશે હનુમાન, જુઓ વીડિયો

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version