News Continuous Bureau | Mumbai
કોફી વિથ કરણના 12મા(koffee with Karan) એપિસોડનો પ્રોમો બહાર આવ્યો છે. 17 વર્ષ પછી, શાહરૂખ ખાનની(Shah Rukh Khan) પત્ની ગૌરી ખાન (Gauri Khan) કરણ જોહરના(Karan Johar) લોકપ્રિય ચેટ શોમાં જોવા મળશે. તેની સાથે આ એપિસોડમાં સંજય કપૂર(Sanjay Kapoor) અને ચંકી પાંડેની(Chunky Pandey) પત્ની મહિપ કપૂર(Maheep Kapoor) અને ભાવના પાંડે(Bhavna Pandey) પણ જોવા મળશે. કરણ જોહરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ(Social media handle) પર નવા એપિસોડનો પ્રોમો શેર કર્યો છે.
પ્રિમોમાં, કરણ જોહર ગૌરી ખાનને રેપિડ-ફાયર રાઉન્ડમાં(rapid-fire rounds) પૂછતો જોવા મળે છે, "જો તમારી અને શાહરૂખ ખાનની(Shah Rukh Khan) લવ સ્ટોરી પર ફિલ્મ બને તો તેનું નામ શું હોત?" પ્રશ્નના જવાબમાં ગૌરી ખાન કહે છે, "મને લાગે છે કે દિલવાલે દુલ્હનિયા(Dilwale Dulhania) લે જાયેંગે, મને આ ફિલ્મ ખૂબ ગમે છે".ચેટ દરમિયાન, ગૌરીએ તેની પુત્રી સુહાના ખાન(Suhana Khan) ની ડેટિંગ ને ખુલાસો કર્યો. પ્રોમોમાં, ગૌરીને એમ કહેતા સાંભળી શકાય છે કે તે તેની પુત્રીને "એક જ સમયે બે છોકરાઓને ક્યારેય ડેટ ન કરવા" ની સલાહ આપે છે. જે પછી કરણ જોહર, મહિપ કપૂર અને ભાવના પાંડે હસવા લાગે છે.આટલું જ નહીં, કરણ જોહરે ગૌરીને બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાન વિશે વાત કરતી વખતે કેટલીકવાર તેને પરેશાન કરતી આદતનો ખુલાસો કરવા કહ્યું. આ અંગે ગૌરીએ કહ્યું કે, "જ્યારે પણ ઘરમાં પાર્ટી હોય છે, ત્યારે શાહરૂખ બધાને કાર સુધી મૂકવા જાય છે. ક્યારેક મને લાગે છે કે પાર્ટી દરમિયાન તે ઘરની અંદર કરતાં ઘરની બહાર વધુ સમય વિતાવે છે. પછી લોકો તેને શોધવાનું શરૂ કરે છે. જેના કારણે મને એવું લાગે છે કે અમે ઘરમાં નહીં ઘરની બહાર પાર્ટી કરી રહ્યા છીએ."
These fabulous ladies are all set to spill some piping hot Koffee
#HotstarSpecials #KoffeeWithKaranS7, Episode 12 streaming from this Thursday 12am only on Disney Hotstar @DisneyPlusHS @gaurikhan @maheepkapoor @bhavanapandey @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/DXdM5EH3SC— Karan Johar (@karanjohar) September 19, 2022
આ સમાચાર પણ વાંચો : અનુપમાને તોશું ના ઘર ભાંગવાને લઇને ખરી ખોટી સંભળાવવી બાને પડી ભારે- સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ -યુઝર્સે આપી આવી પ્રિતિક્રિયા
શો દરમિયાન કરણે સંજય કપૂરની પત્ની મહિપને પૂછ્યું, "જો તમને કોઈ ફિલ્મમાં સાઈન કરવામાં આવે તો તમે કયા અભિનેતા સાથે કામ કરવા ઈચ્છો છો?", મહિપે જવાબ આપ્યો, "મને લાગે છે કે હું રિતિક રોશન(Hrithik Roshan) સાથે સારી લાગીશ". અભિનેત્રીનો આ જવાબ સાંભળીને કરણ ચોંકી ગયો હતો. તેણે કહ્યું, "એવું કોણ કહે છે, ખરેખર? તમે આવું કહેવાની હિંમત કેવી રીતે કરી."તમને જણાવી દઈએ કે,’કોફી વિથ કરણ’ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર પ્રસારિત થાય છે.