News Continuous Bureau | Mumbai
Animal: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ના રાઇટર, એડિટર અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા છે. હવે ‘મિસમેચ’ ની પટકથા લેખક તરીકે જાણીતી ગઝલ ધાલીવાલે બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ ના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા પર નિશાન સાધ્યું છે.વાસ્તવમાં ગઝલ ને એનિમલ ની પટકથા લેખક તરીકેની ક્રેડિટ ન આપવા બદલ તેને સંદીપ રેડ્ડી વાંગાની ટીકા કરી છે.
ગઝલે શેર કરી નોટ
ગઝલ ધાલીવાલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરીને એનિમલ ના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા ની ટીકા કરી છે. ગઝલે એનિમલ નો એક સ્ક્રીન શોટ શેર કરીને લખ્યું, “એક ખાસ પ્રકારનો ફિલ્મ નિર્માતા છે, જે પોતાની ફિલ્મની ટોચની ક્રેડિટમાં ‘લેખક’ હોવાનો દાવો કરે છે, જ્યારે અન્ય લેખકોએ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સંવાદો લખ્યા છે. આપણા વિશ્વ માંઆવું ઘણું બને છે. આ બધા ફિલ્મ નિર્માતાઓ ને બસ પાવર જોઈએ છે. દિગ્દર્શક સૌથી શક્તિશાળી હોય છે. એવું લાગે છે કે ‘લેખક’ હોવાનો દાવો કરવો એ તેમના માટે સૌથી મોટી સિદ્ધિ છે.”
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘એનિમલ’ની સફળતાનો મોટાભાગનો શ્રેય નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાને જાય છે. આ ફિલ્મમાં ક્રેડિટ રોલ દરમિયાન પણ સંદીપનું નામ ફિલ્મના ડિરેક્ટર, લેખક અને સંપાદક તરીકે સ્ક્રીન પર જોવા મળ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Triptii Dimri: એનિમલ હિટ જતા જ તૃપ્તિ ડિમરી ના જીવન માં થઇ આ વ્યક્તિ ની એન્ટ્રી, અનુષ્કા શર્મા ના ભાઈ સાથે જોડાઈ ચૂક્યું છે અભિનેત્રી નું નામ
