Site icon

Govinda Health Update : ‘હીરો નંબર વન’ એક્ટર ગોવિંદા ખતરાની બહાર, આટલા કલાક માટે ICUમાં રહેશે; પુત્રી ટીનાએ આપી હેલ્થ અપડેટ

Govinda Health Update: 'હીરો નંબર વન' એક્ટર ગોવિંદા સાથે આજે દુર્ઘટના ઘટી હતી. તેમને પગમાં ગોળી વાગી હતી. સવારના સવા પાંચ વાગે અભિનેતા સાથે અકસ્માત થયો હતો. ત્યારબાદ ગોવિંદાને Govinda Health Update: હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે CRITI કેર હોસ્પિટલમાં છે. અભિનેતાની પુત્રીએ તેની હેલ્થ અપડેટ આપી છે. ટીના આહુજાએ કહ્યું કે ગોવિંદાનું ઓપરેશન થયું છે અને હવે તે ખતરાની બહાર છે. જોકે તે 24 કલાક ICUમાં રહેશે.

Govinda Health Update Actor Govinda hospitalised after shooting himself in the leg, condition stable; will remain in ICU for 24 hours

Govinda Health Update Actor Govinda hospitalised after shooting himself in the leg, condition stable; will remain in ICU for 24 hours

News Continuous Bureau | Mumbai 

Govinda Health Update: બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા ( Govinda ) સાથે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અભિનેતાને આજે સવારે તેમના પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના સવારે 4.45 કલાકે બની હતી. જોકે ગોવિંદાના પગમાંથી ગોળી નીકળી ગઈ છે અને તે હવે ખતરાની બહાર છે. ગોવિંદા સાથે પત્ની સુનીતા અને પુત્રી ટીના આહુજા છે.  

Join Our WhatsApp Community

 Govinda Health Update: ગોળી ઘૂંટણની નીચે વાગી

ટીના આહુજાએ મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું કે પપ્પા ગોવિંદા ( Govinda Misfire ) પહેલા કરતા સારા છે અને તે તેમની સાથે છે. ટીનાએ જણાવ્યું કે ગોવિંદાના પગની સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. ગોળી ઘૂંટણની નીચે વાગી હતી, જેને નીકાળી દેવામાં આવી છે.

Govinda Health Update: ગોવિંદા 24 કલાક ICUમાં રહેશે, ખતરાની બહાર

દરમિયાન ટીના એ કહ્યું, ‘પપ્પા 24 કલાક ICUમાં રહેશે. ગભરાવાની જરૂર નથી અને તે ખતરાની બહાર છે. રિવોલ્વર કબાટમાં રાખતા જ પપ્પાને ગોળી વાગી હતી. રિવોલ્વર જમીન પર પડી ત્યારે તેમાંથી એક ગોળી નીકળી હતી, જે તેમને પગમાં વાગી.

આ સમાચાર પણ વાંચો : Actor Govinda: ગોળી વાગ્યા બાદ અભિનેતા ગોવિંદા નું નિવેદન આવ્યું સામે, પોતાની વાત માં અભિનેતા એ માન્યો આ લોકો નો આભાર

Govinda Health Update: ગોવિંદાને ગોળી વાગી ત્યારે તે ઘરમાં એકલા હતા .

દરમિયાન DCP દીક્ષિત ગેદામે  જણાવ્યું કે ગોવિંદાને  જ્યારે ગોળી લાગી ત્યારે તેઓ ઘરમાં એકલા હતા. હાલમાં આ મામલે ન તો કોઈ ફરિયાદ નોંધાઈ છે કે ન તો કોઈ શંકાસ્પદ છે. જોકે, મુંબઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગોવિંદાની રિવોલ્વર જપ્ત કરી લીધી હતી. ગોવિંદાની આ રિવોલ્વર લાયસન્સવાળી છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version